Home દેશ - NATIONAL શું સાચે જ તિરુપતિ મંદિરની આટલા કરોડની છે સંપતિ?!.. વિશ્વાસ જ નહી...

શું સાચે જ તિરુપતિ મંદિરની આટલા કરોડની છે સંપતિ?!.. વિશ્વાસ જ નહી થતો…

32
0

વિશ્વના સૌથી અમીર હિન્દુ પૂજા સ્થળ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે જાહેરાત કરી છે કે તેની પાસે સમગ્ર દેશમાં 960 સંપત્તિઓ છે, તેની કિંમત 85705 કરોડ રૂપિયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ટીટીડીના અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે આ સરકારી આંકડો છે અને સંપત્તિઓનું બજાર મુલ્ય ઓછામાં ઓછું 1.5 ગણુ વધુ લગભગ 2 લાખ કરોડ રૂપિયા હશે. ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં પ્રથમ વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે પોતાની સંપત્તિઓની માહિતી સાર્વજનિક કરી છે.

એક ઉદાહરણ પરથી સમજીએ તો વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે 2021માં જાહેરાત કરી હતી કે તે આ વર્ષે 11 અબજ ડોલર ટેક્સ ભરશે, લગભગ 85000 કરોડ રૂપિયાનું પેમેન્ટ, જે અમેરિકા માટે પણ એક રેકોર્ડ છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમનો તાજેતરનો આંકડો એવા સમયે આવ્યો છે, જ્યારે છેલ્લા પાંચ મહિનામાં મંદિર હુંડીમાં દાન દ્વારા ટીટીડીની માસિક આવકમાં સતત વૃદ્ધિ થઈ છે.

આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં હુંડીના માધ્યમથી આવેલું કુલ દાન 700 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. પોતાના ભંડારમાં પ્રત્યેક દિવસે વધારો થવાની સાથે ટીટીડી અમેરિકા જેવા દેશો સિવાય દેશના પણ વિવિધ ભાગોમાં મંદિર ખોલી રહ્યું છે. ટીટીડીના અધ્યક્ષ વાઈવી સુબ્બા રેડ્ડીએ શનિવારે કહ્યું કે મંદિર ટ્રસ્ટ સમગ્ર દેશમાં 7,123 એકર ભૂમિ પર પોતાનું નિયંત્રણ ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે 1974થી 2014ની વચ્ચે, અલગ-અલગ સરકારોના કાર્યકાળમાં ટીટીડીના વિવિધ ટ્રસ્ટોએ કેટલાક કારણોથી 113 સંપત્તિઓનો નિકાલ કર્યો છે.

જોકે તેમણે સંપત્તિ વેચવાના કારણો વિશે વિગતે જણાવ્યું નથી. સુબ્બા રેડ્ડીએ કહ્યું કે ટીટીડીએ 2014 પછી કોઈ પણ સંપત્તિનો નિકાલ કર્યો નથી અને ભવિષ્યમાં પોતાની કોઈ પણ અચલ સંપત્તિને વેચવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારના નિર્દેશ પછી મારી અધ્યક્ષતામાં અગાઉના ટ્રસ્ટ બોર્ડે કોઈ પણ સ્થિતિમાં દર વર્ષે ટીટીડીની સંપત્તિઓ પર એક શ્વેતપત્ર જાહેર કરવાનો સંકલ્પ લીધો છે. પહેલું શ્વેત પત્ર ગત વર્ષે બહાર પાડવામાં આવ્યું હતું. બીજુ શ્વેત પત્ર પણ વિવરણ અને તમામ સંપત્તિઓના મુલ્યાંકનની સાથે ટીટીડી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું છે. ટીટીડીની પાસે વિવિધ બેન્કોમાં 14000 કરોડથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ છે અને લગભગ 14 ટન સોનાનો ભંડાર છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચોંકાવનારો કિસ્સો આવ્યો સામે અને સાચે વિશ્વાસ જ નહી થાય કે આવું થઇ શકે!..
Next articleડીસામાં ઓપીએસ મામલે શિક્ષકોનો સરકાર વિરૂધ સહી ઝુંબેશ કરી સૂત્રોચાર કર્યા