Home દેશ - NATIONAL મદ્રાસ હાઈકોર્ટના ઓર્ડરની સાથે… બની કઈક એવી ઘટના… જે ક્યારેય વિચારી જ...

મદ્રાસ હાઈકોર્ટના ઓર્ડરની સાથે… બની કઈક એવી ઘટના… જે ક્યારેય વિચારી જ નહિ હોય

23
0

તમે એકએકથી ચડિયાતા ગુનાઓ અને કિસ્સા વિશે જે સાંભળ્યું હશે, તે બધા કરતા આ મામલો જરાં અલગ અથવા કઈક અલગ જ છે. શું ક્યારેય વિચાર્યું છે કે કોર્ટ રૂમમાં જજ કંઈક ચુકાદો આપે અને તે વાદી-પ્રતિવાદીની પાસે પહોંચે ત્યાં સુધીમાં કંઈનું કંઈ થઈ જાય?.. આવું થયું છે મદ્રાસ હાઈકોર્ટના ઓર્ડરની સાથે. હાઈકોર્ટનો ઓર્ડર જે પ્રમાણિત કોપી કેસ લડી રહેલા બંને પક્ષને આપવામાં આવી હતી. તેમાં છેડછાડ કરવામા આવી હતી.

સુપ્રીમ કોર્ટે આ છેડછાડ પર આશ્વર્ય વ્યક્ત કરતા તેને અત્યંત ગંભીર ઘટના ગણાવી હતી. દેશની વડી અદાલતે કહ્યું કે, આ એકદમ અસામાન્ય સ્થિતિ છે. તેમણે મદ્રાસ હાઈકોર્ટના રજીસ્ટ્રારને કહ્યુ કે, તેઓ આ મામલાની તપાસ કરે અને રિપોર્ટ એક બંધ કવરમાં સોંપે. સુપ્રીમ કોર્ટના બે જજ જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરત્નની બેન્ચે હાઈકોર્ટના રજીસ્ટ્રારને તપાસના ઓર્ડર આપ્યા છે. હાઈકોર્ટમાં દાખલ થયેલ સંબંધિત એક પક્ષના વકીલ સુબ્રમણ્યમે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને બદલી દેવામાં આવ્યો છે.

વકીલે સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ મદ્રાસ હાઈકોર્ટની બંને કોપી રજૂ કરી. એક જે હાઈકોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી અને બીજી જે હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલી સર્ટિફાઈડ કોપી. વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, બંને કોપીમાં કેટલાય મહત્વના ફેરફાર છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે વકીલના દાવાને યોગ્ય માન્યો. તેમણે આદેશમાં કહ્યુ કે, અરજીકર્તાની ફરિયાદના ગુણદોષનું આકલન કરતા પહેલા આ મામલાની હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલના સ્તર પર તપાસ થશે.

પ્રતિવાદી પણ અમારી પાસે પક્ષ રજૂ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે આગામી સુનાવણીમાં તપાસ રિપોર્ટ પર વિચાર કરશે. ધ્યાન રહે કે, મદ્રાસ હાઈકોર્ટે 29 ઓગસ્ટે આ મામલાની સુનાવણી પુરી કરી હતી અને 1 સપ્ટેમ્બરે ઓપન કોર્ટમાં આ આદેશને પસાર કર્યો હતો. હાઈકોર્ટે પોતાની ઓપન કોર્ટમાં જે ચુકાદો આપ્યો હતો, તેને વેબસાઈટ પર પણ અપલોડ કર્યો, જેને અરજીકર્તાએ ડાઉનલોડ કર્યો. જો કે થોડા દિવસ બાદ વેબસાઈટ પર નવી કોપી અપલોડ કરી દેવામા આવી, જે પહેલા કરતા અલગ હતી. સાથે જ આદેશની સર્ટિફાઈડ કોપી પહેલા કરતા અલગ હતી.

હાઈકોર્ટના ઓર્ડરમાં ફેરફારને સુપ્રીમ કોર્ટના ધ્યાને લાવતા વકીલ સુબ્રમણ્યમે કહ્યું કે, બીજા પક્ષને અન્નાનગરની બેંકમાં 115 કરોડ રૂપિયા જમા કરવાનો નિર્દેશ નવી કોપીમાંથી હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, અમે આ આદેશની બંને કોપી જોઈ છે. અમુક ફકરા તેમાંથી ગાયબ છે. જે હાલમાં હાઈકોર્ટની વેબસાઈટ પર અપલોડ કરેલ છે. જિંદગીની આ સફરમાં કેટકેલાય જોખમ છે. તેથી જોખમ વગર તો જિંદગીમાં કંઈ મોટુ થઈ શકતું નથી.

સંભવિત પરિણામની કસોટી પર જોખમને આંકવામાં આવે છે અને પછી નક્કી થાય છે કે અમુક પરિણામ માટે આટલી હદે જોખમ ઉઠાવવુ યોગ્ય છે કે નહીં. આપ વિચારી રહ્યા હશો કે, આ બધી કહેવાની વાતો છે, તેવું એટલા માટે કે આવી રીતે કેટલીય પ્રકારના ગુનાને અંજામ આપવામાં આવે છે. હવે વિચારો કે શાસન પ્રશાસનનો પાવર કેટલો ઘટી ગયો છે કે, લોકો મોટા મોટા કાંડ કરતા પણ અચકાતા નથી. લોકોને લાગી રહ્યું છે કે, વધુંમાં વધું શું થશે, કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ મામલે શુ સજા થાય છે, એ હવે જોવાનું રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું આ શખ્શ ચોરી કરેલા પૈસાથી કરતો હતો ગામનો વિકાસ?… શું માની શકાય?…
Next articleપલસાણા તાલુકાના તુંડી ગામે જુગાર રમી રહેલા 11 ઝડપાયા