Home દેશ - NATIONAL શું આ શખ્શ ચોરી કરેલા પૈસાથી કરતો હતો ગામનો વિકાસ?… શું માની...

શું આ શખ્શ ચોરી કરેલા પૈસાથી કરતો હતો ગામનો વિકાસ?… શું માની શકાય?…

30
0

શું તમે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન સ્ટારર ફિલ્મ કિક તો જોયું હશે. અને કિક મૂવીના સલમાન ખાન જે ભ્રષ્ટાચાર તથા મંત્રીઓને લૂંટીને ગરીબ બાળકોની સારવારમાં પૈસા ખર્ચ કરતો હતો એ પણ ધ્યાન હશે તો આવો જ એક ચોર ગાજિયાબાદ જિલ્લામાંથી પકડાયો છે. જે ચોરી તો કરતો હતો પરંતુ સમાજના હિત માટે કરતો હતો. આ ચોર એટલો શાતિર અને ટેક્નિકલ ચે કે આ ફક્ત તે પૈસા પર હાથ સાફ કરતો હતો જે બ્લેક મની હોય અને ચોરના વિરૂદ્ધ કોઇ ગુનો દાખલ ન કરાવી શકે. એમ કહીએ કે કિક ફિલ્મની સલમાનની સ્ટાઇલમાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો.

(File Image)

ભ્રષ્ટાચાર તથા મંત્રીઓને લૂંટીને ગરબ બાળકોના સારવારમાં પૈસા ખર્ચ કરનાર એક આવો જ ગુનેગાર ઇરફાન ઉર્ફ ઉજાલેને કવિનગર પોલીસે પકડી પાડ્યો છે. આ દરમિયાન પોલીસ દ્રારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીએ સ્વિકાર્યું હતું કે તેની પત્ની બિલારના એક જિલ્લામાં નગર પંચાયત અધ્યક્ષ છે અને આ અલગ-અલગ રાજ્યોમાં ચોરી કરતો હતો. આ તે રાજ્યોની તે જગ્યા પર ચોરી કરતો હતો જ્યાં બ્લેક મની હોય અથવા મંત્રી ધારાસભ્ય દ્રારા બ્લેક મની પર પોતાનો હાથ સાફ કરતો હતો જેથી તેના વિરૂદ્ધ કોઇ ફરિયાદ ન કરી શકે.

એટલું જ નહી તેણે જણાવ્યું કે ચોરી કરેલા પૈસાથી તે પોતાના ગામના વિકાસ કાર્યોમાં ખર્ચ કરતો હતો. ગામમાં રોડ લાઇટ લગાવવી અથવા સોલાર લાઇટ આ બધી જરૂરિયાતો તે બધાથી પુરી પાડતો હતો. તે ગરીબ પરિવારની છોકરીઓના લગ્ન કરાવતો હતો જ્યાં એક તરફ અલગ અલગ રાજ્યોમાં ચોરીના લગભગ 26 કેસ ઇરફાન ઉર્ફ ઉજાલા વિરૂદ્ધ નોંધાયા છે. તો બીજી તરફ આજે કવિ નગર પોલીસે તેને ગેંગસ્ટર એક્ટ અંતગર્ત ધરપકડ કરી લીધી છે.

ઇરફાન ઉર્ફ ઉજાલેને રોબિનહુડ પણ કહેવામાં આવે છે. સુરત, દીલ્હી, બેંગ્લોર, પંજાબ અને બિહારમાં છેલ્લાં 10 વર્ષથી જેગુઆર અને ઔડી જેવી કાર લઇ ચોરી કરતો અને વતન બિહારમાં ગરીબોને મદદ કરવાને કારણે રોબિનહુડ તરીકે પંકાયેલો ચોર ઇરફાન ઉર્ફે ઉજાલેને સુરત કાઇમ બ્રાન્ચે પિસ્ટલ સાથે ગત ઓગસ્ટ મહિનામાં ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે 2017માં ઇરફાન દીલ્હી પોલીસને હાથે ઝડપાયો હતો ત્યારે તેના કારનામાની ખબર પડી હતી. મોંઘા શોખ અને અનેક ગર્લફ્રેન્ડ રાખતાં આ ચોરે ગામમાં છોકરીઓનાં લગ્નો, આરોગ્ય કેમ્પ, ગામના રસ્તા રિપેર સહિતના અનેક સારો કાર્યોમાં આર્થિક મદદ કરી હોઇ તે ત્યાં રોબિનહુડ તરીકે પંકાયો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવેપારીએ કુડાસણની કંપની પાસે ટી શર્ટ બનાવી 4.67 લાખનો ચૂનો લગાવ્યો
Next articleમદ્રાસ હાઈકોર્ટના ઓર્ડરની સાથે… બની કઈક એવી ઘટના… જે ક્યારેય વિચારી જ નહિ હોય