Home ગુજરાત 3.95 લાખના પોસ ડોડા સપ્લાય શખ્સને ઝડપી પાડ્યો

3.95 લાખના પોસ ડોડા સપ્લાય શખ્સને ઝડપી પાડ્યો

37
0

શહેરની ભાગોળેથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચાર લાખની કિંમતના પોસ ડોડાના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો છે. પોલીસને ચકમો આપવા ખોટી નંબર પ્લેટ લગાડી હોવાનું તપાસમાં ખુલ્યું છે. સ્પે.ઓપરેશન ગ્રૂપનો સ્ટાફ સાંજે સોખડા ચોકડી પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે સમયે એક અમદાવાદ પાસિંગની કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવવા ઈશારો કર્યો હતો.

ત્યારે ચાલકે કારને ભગાવી હતી. જેથી પોલીસે કારનો પીછો કરતા થોડે દૂર કાર ઊભી રાખી હતી અને અંદર બેઠેલો એક શખ્સ નાસી છૂટ્યો હતો. જ્યારે બીજો શખ્સ ભાગે તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો. પૂછપરછ કરતા તે રાજસ્થાનના બાડમેર જિલ્લાના હાથમા ગામનો થાનારામ દેરાજરામ મેઘવાળ હોવાનું જણાવ્યું હતું. કારની તલાશી લેતા છએક પ્લાસ્ટિકના કોથળામાં માદક પદાર્થ હોવાની શંકા જતા એફએસએલ અધિકારીને બોલાવી તેની ખરાઇ કરાવતા તે પોસ ડોડા હોવાનું અને તેનું વજન કરતા કુલ 131.646 કિ.ગ્રા. વજન થયું હતું.

અને તેની કિંમત રૂ.3,94,938 થાય છે. આ ઉપરાંત પોલીસને ચકમો આપવા ચંદીગઢની અસલી નંબર પ્લેટ કાઢી અમદાવાદ પાસિંગની નકલી નંબર પ્લેટ લગાડી હોવાની કબૂલાત આપી છે. જ્યારે નાસી ગયેલો શખ્સ બાડમેર જિલ્લાના ચાડી ગામનો ભરેસા જાટ હોવાનું અને તે સપ્લાયર હોવાની કબૂલાત આપી હતી. પોલીસે પોસ ડોડાનો જથ્થો, એક મોબાઇલ મળી રૂ.6.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસોશિયલ મીડિયા પર શી જિનપિંગને નજરકેદ કર્યાની ચાલી રહી છે અફવા!.. જાણો શું છે સાચું?..
Next articleશું અમેરિકા, બ્રિટન, કેનેડા સહીત દુનિયામાં હિંદુઓ પર હુમલા આટલી હદે વધ્યા!…