Home મધ્ય ગુજરાત અમદાવાદ દંડ નહીં ભરનારના ઘરે કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયેલા કર્મચારી પર...

દંડ નહીં ભરનારના ઘરે કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયેલા કર્મચારી પર હુમલો

32
0

દાણીલીમડામાં વીજ ચોરી કરનારને કંપનીએ દંડ ફટકાર્યો હતો. જે દંડ નહીં ભરનારના ઘરે ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયા હતા. આ દરમિયાન માલિકે કંપનીના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી મૂઢ માર માર્યો હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે આરોપી અફરૂલ્લાખાન પઠાણ વિરુધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

નારણપુરામાં ટોરન્ટ પાવરની ઓફિસમાં વિઝિલન્સ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અકીબ ફારૂખભાઇ નાગાણી જરૂરી બંદોબસ્ત સાથે દાણીલીમડામાં ગેરકાયદેસર વીજ જોડાણ લેનારાઓના ઘરે રેડ કરવા ગયા હતા. એ વખતે શાહઆલમ સોસાયટીના 16 નંબરના મકાનનું વીજ કનેકશનનું મીટર ચેક કર્યું હતું. જે વીજ કનેકશન મીટરમાં અગાઉ પણ ચેડાં કરીને ગેરકાયદેસર વીજ મેળવવા બદલ કંપની તરફથી દંડ ફટકારવામાં આવ્યો હતો.

જે દંડ મકાન માલિક અફરૂલ્લાખાન પઠાણે ભર્યો નહોતો. આથી ટોરન્ટ પાવરના કર્મચારીઓએ અફરૂલ્લાખાનના ઘરના વીજ કનેકશનનું મીટર કાપવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન અફરૂલ્લાખાન અસિનખા પઠાણે કર્મચારીઓ સાથે ઘક્કામુક્કી કરી હતી. ઉપરાંત તે માર મારવા પણ કરવા લાગ્યો હતો.

આ સમયે ઝફરૂલ્લાખાનની પત્ની તથા બે દિકરાઓ પણ આવી ગયા હતા. આ સમયે ઝફરૂલ્લખાને જણાવ્યું હતું કે, તમે અત્યારે જ વીજ જોડાણ કાપ્યા વગર અહીંયાથી જતા રહો નહીં તો મારી નાંખીશું. આ અંગે પોલીસને મેસેજ મળતા ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી હુમલાખોર અફરૂલ્લાની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનએસયુઆઈ વિદ્યાર્થીઓને કોંગ્રેસે આપેલા 11 માંથી લગતાં 5 વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં પહોંચાડશે
Next articleવડોદરામાં હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મળ્યો મૃતદેહ, લોકોએ જાણ કરતાં પોલીસે શરૂ કરી તપાસ