Home ગુજરાત પાલનપુરની ફાયનાન્સ કંપનીના મેનેજર મોબાઇલનો હપ્તો લેવા જતાં ચપ્પુથી મારી ઇજા પહોચાડી

પાલનપુરની ફાયનાન્સ કંપનીના મેનેજર મોબાઇલનો હપ્તો લેવા જતાં ચપ્પુથી મારી ઇજા પહોચાડી

50
0

પાલનપુરની ફાયનાન્સ કંપનીના કલેકશન મેનેજર ગ્રાહક પાસેથી મોબાઇલના હપ્તાના નાણાં લેવા જતાં જગાણા નજીક ગ્રાહક અને તેના કાકાએ ચપ્પાથી હૂમલો કરી ઇજા પહોચાડી હતી.આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરની ફાયનાન્સ કંપનીમાં કલેકશન મેનેજર તરીકે ફરજ બજાવતાં દાંતા તાલુકાના વેલવાડાના પ્રકાશકુમાર સોમાભાઇ પરમાર પાલનપુર તાલુકાના જગાણાના ચીરાગભાઇ ચમનભાઇ ચૌહાણે મોબાઇલ ફોન ઉપર લીધેલી રૂપિયા ૬૩,૦૦૦ની લોનના હપ્તા પેટે રૂપિયા ૭૦૦૦ લેવા માટે જગાણા નજીક આવેલી એક હોટલે તેમના સ્ટાફના કાણોદરના જીજ્ઞેશકુમાર રમેશભાઇ ચાવડા, ડીસા માલગઢના કલ્પેશભાઇ અમરતભાઇ બામણીયા સાથે ગયા હતા.

જ્યાં નાણાંની માંગણી કરતાં ચિરાગ અને તેના કાકા એન. એમ. ચૌહાણે ચપ્પાથી હૂમલો કરી, ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પ્રકાશભાઇએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field