રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી 17થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી તેનો પ્રારંભ કરાવ્યો હતો.આ દરમિયાન રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ત્રણ સંસ્થાઓ વચ્ચે એમઓયુ થયા છે. તે ઉપરાંત જીયુવીએનએલને સોલાર રૂફટોપ માટે સબસિડીનો 206 કરોડનો ચેક અર્પણ કરાયો હતો. ગૌશાળા પાંજરાપોળ આધારિત બાયોગેસ પ્લાન્ટ સબસિડી –ઈવી માટે સબસીડીનું વિતરણ કરાયું હતું. વાતાવરણના ફેરફાર-જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બને તે સમયની માંગ છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં વર્ષો પહેલાં કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ કાર્યરત કરીને પર્યાવરણીય વિપરીત અસરો ખાળવાનો સફળ આયામ અપનાવ્યો હતો. ગુજરાતની વર્તમાન સરકારે પણ વિકાસના મજબૂત પાયાને આધારે રોડ, રસ્તા, લાઇટ, પાણીની સુવિધા આપી છે. અને પર્યાવરણ જાળવણી સાથે કલાયમેટ ચેન્જની સમસ્યા દૂર કરવાના ઉપાયો પાર પાડયા છે. ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, એમ.એસ.યુનિવર્સિટી વડોદરા તથા ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન વચ્ચે ત્રણ એમઓયુ થયા હતા.આ એમઓયુ અનુસાર, રાજ્યમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે, કલાયમેટ ચેન્જ વિષયમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે એમ.એસ.યુનિવર્સિટી સાથે તેમજ શિક્ષકોને કલાયમેટ ચેન્જ વિષયની તાલીમ માટે આઈઆઈટીઈ સાથેના એમઓયુ પરસ્પર એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. સૂર્યઉર્જા ક્ષેત્રે સોલાર રૂફ ટોપમાં સબસીડી માટે 206 કરોડનો ચેક મુખ્યમંત્રી હસ્તે જીયુવીએનએલને અર્પણ કરાયો હતો. સરકારી બિલ્ડીંગ રૂફટોપ સોલર સિસ્ટમનું ઉદઘાટન, ગૌશાળા પાંજરાપોળ આધારિત બાયોગેસ પ્લાન્ટ માટે સબસીડીનું વિતરણ, બેટરી સંચાલિત ટુ વ્હીલર વાહનોની સબસીડીનું વિતરણ અને પ્લાસ્ટિક કચરાના સંગ્રહ માટે સખીમંડળની બહેનોને સબસીડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.ગ્રીન એનર્જી સાથોસાથ દરેક ગામમાં 75 તળાવો ઊભા કરવા અને 75 ખેડૂતોને નેચરલ ફાર્મીંગ તરફ વાળવા જેવી બાબતોને મહત્વ આપ્યું છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.