Home દુનિયા - WORLD જાપાન, રશિયા સહિત દુનિયાભરના નેતાઓ કેમ મોદીને ગુરુ માને છે ?.. જાણો...

જાપાન, રશિયા સહિત દુનિયાભરના નેતાઓ કેમ મોદીને ગુરુ માને છે ?.. જાણો છો કારણ?..

34
0

દેશ અને દુનિયાભરમાં ભારતના પ્રધાનમંત્રી મોદી સૌથી વધુ લોકચાહના ધરાવતા નેતાઓમાં શિખરે છે. અમેરિકા હોય કે ચાઈના, રશિયા હોય કે જાપાન દુનિયાભરના દેશોના રાષ્ટ્રપ્રમુખો પણ પ્રધાનમંત્રી મોદીના કાયલ છે. વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખો પણ મોદીને રાજનીતીના ગુરુ માની ચૂક્યા છે. અમેરિકા સાથે નરેન્દ્ર મોદીના સંબંધોની વાત જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે કબુલ્યું કે, રાજનીતિમાં મોદી સૌ કોઈના ગુરુ છે. દુનિયાભરમાં લોકો મોદીથી પ્રભાવિત છે. મોદી એક જબરદસ્ત પ્રભાવશાળી નેતા છે. ભારતની જનતા મોદીને ખુબ ચાહે છે. વિદેશમાં પણ મોદીનાં ખુબ ચાહકો છે. બબ્બે વાર વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલાં બરાક હુસેન ઓબામાએ કહ્યું હતુંકે, સમગ્ર વિશ્વને ભારતના પ્રધાનમંત્રી મોદી પાસે ઘણી બધી આશાઓ છે. હું ભાગ્યશાળી છુંકે, પ્રધાનમંત્રી મોદી મારા સારા મિત્ર છે. મોદી પાસે ઘણું શિખવા જેવું છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે જો બાઈડેન ઘણીવાર મોદી સાથે જોવા મળ્યાં છે. બાઈડને અગાઉ કહ્યું હતુંકે, તેઓ મોદીની નિર્ણય લેવાની ક્ષમતા, તેમની કાર્યપ્રણાલી, તેમની લોકચાહના અને સામાન્ય કુટુંબથી દુનિયાની સૌથી મોટી લોકશાહીના પ્રમુખ બનવાની સફરથી ખુબ પ્રભાવિત છે. એક સમયે હતો જ્યારે અમેરિકાએ કાયદાનો હવાલો આપીને નરેન્દ્ર મોદીને વિઝા આપવાની પણ ના પાડી દીધી હતી.

વર્ષ 2005માં મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા તે સમયે અમેરિકાએ આરોપ મૂક્યો હતો કે ગુજરાતમાં ભડકેલી સાંપ્રદાયિક હિંસાને અટકાવવામાં મોદી નિષ્ફળ રહ્યા છે. 1998માં બનેલા કાયદા પ્રમાણે ધાર્મિક સ્વત્રંતતાનું ઉલ્લંઘન કરનાર વિદેશી નાગરિકોને કે કોઈપણ પદાધિકારીઓને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહી આવે. નરેન્દ્ર મોદી પ્રથમ એવા નેતા હતા જેમને આ કાયદા હેઠળ અમેરિકાના વીઝા આપવાનો ઇનકાર કરાયો હતો. 10 વર્ષ સુધી અમેરિકી સાંસદે મોદીની આલોચના કરી હતી.

ભારતમાં કરાયેલી તમામ તપાસમાં મોદી નિર્દોષ સાબિત થાય. પરંતુ અમેરિકાએ તેની નીતિમાં કોઇ બદલાવ નહોતો કર્યો. જોકે, બાદમાં પરિસ્થિતિ બદલાઈ…થોડા જ સમયમાં ગુજરાતનાં સફળ મુખ્યમંત્રી અને એક પ્રભાવશાળી શાસક તરીકેની મોદીની છબી દુનિયાભરમાં ઉભરી આવી. દુનિયાનાં અનેક નેતાઓએ તેમને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યુ. આ સાથે જ અમેરિકાનાં તેવર પણ બદલાયાં.

અમેરિકી સંસદના અનેક સદસ્યોએ કહેવાનું શરૂ કર્યું કે આપણે મોદી સાથેના સબંધો સારા કરવા જોઇએ. કારણ કે મોદી દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશનાં પ્રધાનમંત્રી બની શકે છે. એ ધારણાં પણ સાચી ઠરી અને વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પહેલી જ વાર લોકસભાની ચૂંટણી લડ્યા અને સીધી ભારતના પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન થઈ ગયાં. વર્ષ 2014માં મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા અને અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મોદી સામે મિત્રતાનો હાથ લંબાવ્યો.

2014માં મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે ઓબામા પ્રશાસને તેમને આવકાર્યા. પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમને માર્ટિન લ્યુથરકિંગ જ્યૂનિયર સ્મારકમાં લઇ ગયા હતા. પીએમ મોદીએ અહીં મેડીસન સ્કેવરમાં અમેરિકામાં વસતા 20 હજાર જેટલાં મૂળ ભારતીયોને સંબોધન કર્યું.

મેડિસન સ્વેરમાં ભારતીયોએ મોદી-મોદીનાં નારા લગાવ્યા. અને એ સાથે જ મહાસત્તા અમેરિકાને પણ મોદીની લોકપ્રિયતાનો ખ્યાલ આવી ગયો. પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત અમેરિકા ગયા ત્યારે 100 સાંસદોએ તત્કાલીન સ્પીકર જોન બોહેનરને પત્ર લખીને મોદી પાસે સંયુક્ત સત્રને સંબોધન કરવાની માંગ કરી હતી. આ વાત અમેરિકામાં છવાયેલા મોદી મેજિકને સાબિત કરે છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પ્રધાનમંત્રી મોદીનાં સબંધોમાં આ પ્રકારે શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી. ઓબામાનાં કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ત્રણ વખત અમેરિકાની મુલાકાત લીધી. ઓબામાએ તેમના કાર્યકાળનાં અંતિમવર્ષમાં તેમની પસંદગીનાં કેટલાક નેતાઓને અમેરિકામાં આમંત્રણ આપ્યું હતું. જેમાંથી પ્રધાનમંત્રી મોદીનું નામ સૌથી પ્રથમ હરોળમાં હતું. આમ, મોદી અને ઓબામાની દોસ્તીથી બંન્ને દેશો વચ્ચે અનેક મુદ્દાઓને લઈને સંબંધોમાં સુધાર થયો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદીએ શંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં પુતિનને કહ્યું, “યુદ્ધનો જમાનો નથી, શાંતિ પસંદ કરો”
Next articleપ્રધાનમંત્રી મોદી સામે વિરોધીઓ છે ફેલ, “કૂટનીતિ અને રાજનીતિનો ટીકાકારો પણ સ્વીકારે છે”