Home દુનિયા - WORLD વિશ્વભરમાં કેટલા દેશોમાં ઓમિક્રોનનો નવો વેરિએન્ટ BA.4.6 ફેલાયો છે?, જાણો તમામ માહિતી

વિશ્વભરમાં કેટલા દેશોમાં ઓમિક્રોનનો નવો વેરિએન્ટ BA.4.6 ફેલાયો છે?, જાણો તમામ માહિતી

47
0

BA.4.6,કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનનું નવું રૂપ છે. અમેરિકામાં તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે યૂકેમાં પણ તે ફેલાઇ રહ્યો છે. યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ કોવિડ વેરિએન્ટના નવા બ્રિફ ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, 14 ઓગસ્ટથી શરૂ થનારા અઠવાડિયામાં BA.4.6 વેરિએન્ટ 3.3 ટકા કેસમાં જવાબદાર હતો. પરંતુ તાજેતરમાં થયેલી તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, યૂકેના 9 ટકા કોવિડ કેસમાં BA.4.6 જવાબદાર હતો.

આ રીતે રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રો અનુસાર, BA.4.6 વેરિએન્ટ અમેરિકામાં 9 ટકાથી વધારે કેસમાં જવાબદાર છે. આ સિવાય દુનિયાના અન્ય દેશોમાં પણ આ વેરિએન્ટની પુષ્ટી કરવામાં આવી છે. તો હવે ભારતમાં આ વેરિએન્ટની ચિંતા કરવી જોઈએ. આવો અત્યાર સુધી મળતી જાણકારી મુજબ વિશ્વભરમાં આ નવો વેરિએન્ટ ફેલાયો છે. BA.4.6 ઓમિક્રોનના BA.4 પ્રકારનું સ્વરૂપ છે.

BA.4 પહેલીવાર જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો અને ત્યારથી તે BA.5 વેરિઅન્ટ સાથે વિશ્વભરમાં ફેલાયો હતો. BA.4.6 કેવી રીતે ફેલાયો તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ શક્ય છે કે તે રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ હોઈ શકે. પુનઃસંયોજન ત્યારે થાય છે, જ્યારે બે અલગ અલગ પ્રકારના SARS-CoV-2 (વાઇરસ જે COVID-19નું કારણ બને છે) એક જ સમયે એક જ વ્યક્તિને સંક્રમિત કરે છે.

જ્યારે BA.4.6 ઘણી રીતે BA.4 જેવો જ હશે, તે સ્પાઇક પ્રોટીનમાં પરિવર્તન કરે છે, જે વાયરસની સપાટી પરનું પ્રોટીન છે જે તેને આપણા કોષોમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. આ પરિવર્તન R346T, અન્ય પ્રકારોમાં જોવા મળ્યો છે અને તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિથી વાયરસનું રક્ષણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે રસીકરણ અને અગાઉના સંક્રમણથી બનેલા એન્ટિબોડીઝને ટાળવામાં વાયરસને મદદ કરે છે.

સદ્નસીબે ઓમિક્રોન બહુ વિનાશક નહોતો, પરંતુ ઓમિક્રોનના પેટા પ્રકારો ખૂબ જ ઝડપથી ફેલાય છે. BA.4.6 શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરી નાંખે છે. UKHSAના રિપોર્ટ પ્રમાણે, BA.4.6 તેના પ્રારંભિક સમયગાળામાં BA.5 કરતા ઘણી ઝડપથી ફેલાય હતો. ત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક રિપોર્ટ અનુસાર, જે લોકોએ કોવિડ સામે રક્ષણ માટે ફાઈઝરનો ડોઝ લીધો છે, તેમના એન્ટિબોડીઝની BA.4.6 પર અસર કરતા નથી. તે ચિંતાનો વિષય છે. જો કે, BA.4.6 ટાળવા માટે બૂસ્ટર ડોઝ તદ્દન સફળ થઈ શકે છે.

આ નવા વેરિઅન્ટની વિગતો હજુ સુધી સંપૂર્ણ રીતે જાણવા મળી નથી, હાલ તો ફક્ત બૂસ્ટર ડોઝ પર જ આધાર રાખી શકીએ છીએ. BA.4.6 અને અન્ય નવા વેરિએન્ટ બનવા તે ચિંતાનો વિષય છે. તેમનો નવો દેખાવ દર્શાવે છે કે વાયરસ હજુ પણ આપણી સાથે છે અને રસીકરણથી મળેલી રોગપ્રતિકારક શક્તિને તોડીને નવી રીતે આપણા શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ રસીકરણ ગંભીર બીમારી સામે સારું રક્ષણ પૂરું પાડે છે. તે હજુ પણ કોરોના સામે લડવાનું શ્રેષ્ઠ શસ્ત્ર છે.

તાજેતરમાં મળેલી બાયવેલેન્ટ બૂસ્ટરની મંજૂરી લોકો માટે સારા સમાચાર છે. આ ઉપરાંત મલ્ટિ-કમ્પોનન્ટ કોરોના વાયરસ રસીઓ વિકસાવવી જે બહુવિધ વેરિયન્ટ્સને લક્ષ્ય બનાવે છે તે વધુ સ્થાયી સુરક્ષા આપે છે. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, નાક દ્વારા લેવામાં આવેલી મલ્ટીકમ્પોનન્ટ કોરોના વાયરસ રસી કોવિડના મૂળ સ્વરૂપ અને તેના અન્ય બે સ્વરૂપો પર વધુ અસરકારક સાબિત થઈ છે.

BA.4.6 સહિતના નવા પ્રકારો પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે, કારણ કે તે કોવિડ રોગચાળાની આગામી લહેરનું કારણ બની શકે છે. જાહેર જનતા માટે ખૂબ જ સંક્રમક વાયરસના ફેલાવાને રોકવા માટે જાગ્રત રહેવું જોઈએ અને કોઈપણ જાહેર જગ્યાએ કોવિડના નિયમોનું પાલન કરવું જોઈએ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field