સુરત શહેર પોલીસ દ્વારા અભિયાન અંતર્ગત નશાના કારોબાર પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એનડીપીએસ અને નાર્કોટિક્સના ગુનામાં નાસતા ફરતા આરોપી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.જેમાં સુરત એસઓજી પોલીસને મોટી સફળતા હાથ આવી છે.અમદાવાદ ગ્રામ્યના કોઠ પોલીસ સ્ટેસનની હદ્દમાંથી પકડાયેલ નશાકારક કોકેઈન સીરપના જથ્થા અંગે દાખલ થયેલ એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા મુખ્ય આરોપી મેડીકલ સ્ટોર સાંચાલકને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતની એસઓજી પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી અનુસાર નારકોટીક્સ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી શકાય તે માટે સુરત શહેર અને અન્ય જીલ્લાઓ તથા અન્ય રાજયમાં નોંધાયેલ નારકોટીક્સના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓનો ડેટા એકત્રીત કરવામાં આવ્યો છે.જેના આધારે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત એસ.ઓ.જી. ટીમ દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે.જે અંતર્ગત અમદાવાદ ખાતે નોંધાયેલ એનડીપીએસ ગુનાના મુખ્ય આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
૮ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ એસઓજી પોલીસે બે ઇસમોને ઇકો કાર સાથે નશાકારક પ્રતિબંધિત કોકેઈનની ૧૭૫ બોટલ સાથે ઝડપી પાડયા હતા.અમદાવાદ એસઓજી પોલીસે લાલજી કાનજી બારૈયા અને વિપુલ વિક્રમ બારૈયા સામે નાકોટીક્સ અંગેનો ગુનો નોંધી તાપસ કરી રહી હતી.દરમ્યાન આ ગુનાનું કનેક્શન સુરત ખાતે નીકળ્યું હતું.
પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ નશાકારક પ્રતિબંધિત કોડિંગની બોટલ સુરતના મેડિકલ સ્ટોરના સંચાલક અલ્પેશભાઈ મેઘપરાપાસેથી મળી હતી જેથી સુરત એસ ઓ જી ને તેની જાણ કરવામાં આવતા સુરત એસોજી દ્વારા ખાસ વોચ ગોઠવી બાતમીના આધારે અલ્પેશની પુણા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસની માહિતીને આધારે સુરત એસઓજીના માણસો વોન્ટેડ આરોપીની તપાસમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
દરમિયાન સુરત એસઓજીને મળેલ બાકીના આધારે પુણાગામ સીતાનગર ચોકડી પાસે આવેલ અજમલ શોપિંગ કોમ્પલેક્ષમાં બાલાજી મેડિકલ સ્ટોર્સ ચલાવતા અલ્પેશ મેધપરાને ઝડપી પાડ્યો હતો.અલ્પેશ મેધપરાની ધરપકડ કર્યા બાદ સુરત એસઓજી પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી જ્યા તેણે કબુલાત કરી હતી કે ૧૭ વર્ષથી તે અહીં મેડિકલ સ્ટોર ચલાવી રહ્યો છે અને રૂપિયા કમાવાની લાલચે થોડા દિવસ પહેલા ગેરકાયદેસર પ્રતિબંધિત કોડીન સીરપની ૧૭૫ જેટલી બોટલો ઉંચી કિંમતે વેચાણ કરી હતી.
તેણે કબુલાત કરી હતી કે અમદાવાદમાં પકડાયેલ બંને આરોપીઓને આ બોટલ વગર ડોક્ટરના પ્રિક્સીપ્સન અને ગેરકાયદેસર રીતે આપી હતી. હાલ તો સુરત એસઓજી પોલીસે અલ્પેશની ધરપકડ કરી વધુ તપાસ માટે અમદાવાદ એસઓજી પોલીસને સોંપી દીધો છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.