Home ગુજરાત ઉત્તર ગુજરાત મહેસાણાના એક વેપારીએ બે વેપારી પાસેથી ૬૭.૮૧ લાખની ઠગાઇ આચરી

મહેસાણાના એક વેપારીએ બે વેપારી પાસેથી ૬૭.૮૧ લાખની ઠગાઇ આચરી

46
0

મહેસાણા માલ ગોડાઉનના ૨ વેપારીઓ પાસેથી છત્રાલ જીઆઇડીસીના એક વેપારીએ લોખંડનો માલસામાન ખરીદી રૂ. ૬૭.૮૧ લાખ જેટલી માતબર રકમ વારંવાર ઉઘરાણી કરવા છતાં ચૂકવવામાં નહીં આવતાં છત્રાલના ૨ વેપારીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહેસાણા માલ ગોડાઉનમાં ઘનલક્ષ્મી માર્કેટમાં કમલેશભાઇએ શંકરલાલ પટેલની પટેલ વાયર નામે હોલસેલની દુકાન આવેલી છે.

છેલ્લા ચારેક વર્ષથી ઓળખતા કલોલમાં બોરીસણા રોડ પર શિવમ પ્લાઝામાં રહેતા અને છત્રાલ જીઆઇડીસીમાં આદર્શ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સત્યમ પ્લાસ્ટ કંપનીના નવનીત અંબાલાલ પટેલ અને તેમના ભાગીદાર સ્નેહ રેસીડન્સીમાં રહેતા બાબુ વિઠ્ઠલભાઇ પટેલ તેમની પાસેથી સરસામાન હોલસેલ ભાવે ખરીદતાં હતા. અને થોડા દિવસ બાદ ઓનલાઇન નેટ બેકિંગથી બિલનાં પૈસા ચૂકવી વિશ્વાસ કેળવ્યો હતો.

ગત ૨૧ જૂનના રોજ નવનીત પટેલે ફોનથી માલ સામાન મગાવતાં પટેલ વાયરના વેપારી કમલેશભાઇએ ગાડીમાં સામાન મોકલી આપ્યો હતો. જે સામાન પૈકી રૂ. ૩૯,૯૬,૪૫૬ ચૂકવવાના બાકી હોઇ ઉઘરાણી કરવા છતાં ગલ્લા તલ્લા કરતા હતા. ધનલક્ષ્મી માર્કેટના જ વેપારી ઉપેનકુમાર અરવિંદભાઇની ઉમિયા સ્ટીલ નામની દુકાનેથી પણ છત્રાલના આ બંને વેપારીઓએ રૂ.૨૭,૮૫,૨૦૧ના લોખંડના વાયર ખરીદી નાણાં ચુકવ્યાં ન હતા.

બંને વેપારી પાસેથી ખરીદેલા સામાનના કુલ રૂ.૬૭,૮૧,૭૪૭ નહીં ચૂકવી ખોટા વાયદા બતાવી દુકાન બંધ કરીને જતાં રહ્યા હતા. આથી મહેસાણાના વેપારી કમલેશભાઇએ પટેલે સત્યમ પ્લાસ્ટ કંપનીના નવનીત અંબાલાલ પટેલ અને બાબુ વિઠ્ઠલભાઇ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં પાર્લરનાં તાળા તોડીને ચોરીને ગુનાને અંજામ આપતી મહિલા ઝડપાઈ
Next articleખેરાલુમાં યુવતીને નજીવી બાબતે લોખંડની પાઇપ મારી મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો