Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરમાં પાર્લરનાં તાળા તોડીને ચોરીને ગુનાને અંજામ આપતી મહિલા ઝડપાઈ

ગાંધીનગરમાં પાર્લરનાં તાળા તોડીને ચોરીને ગુનાને અંજામ આપતી મહિલા ઝડપાઈ

42
0

ગાંધીનગરમાં એક્ટિવા ઉપર નીકળી ચોરીના ગુનાને અંજામ આપતી મહિલાને સેકટર – ૨૩ કડી કેમ્પસ સામેના છાપરાંમાંથી ઝડપી પાડવામાં આવી છે. આ મહિલાએ પેથાપુર અને સેકટર – ૩૦ માં આવેલા પાન પાર્લરનાં તાળા તોડીને ચોરીને ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.

ગાંધીનગરના પેથાપુર મુકામે રહેતાં હસમુખભાઇ પુંજાભાઇ પ્રજાપતિ પેથાપુર ચોકડીથી ચરેડી પાસેનાં ઓમકાર રેસીડન્સીમાં જવાના રસ્તા ઉપર સિધ્ધેશ્વરી પાન પાર્લર (ગલ્લો)તથા ટી-સ્ટોલ ચલાવે છે. તેઓ ગત તા.

૧૦મી સપ્ટેંબરના રોજ પરોઢિયે પાર્લર ઉપર પરત આવ્યા હતા. ત્યારે પાર્લર આગળ એક વીમલનો ખાલી થેલો બહાર પડેલ હતો અને ગલ્લાનાં પતરાનુ શટર એક બાજુથી તોડી ઉંચુ કરી ખુલ્લી હાલતમાં જાેવા મળ્યું હતું. આથી તેમણે અંદર તપાસ કરતાં માલ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.

અને પાર્લરનો માલ સામાન ચેક કરતાં સિગારેટ જે અલગ અલગ કંપનીના સિગારેટનાં પેકેટ નંગ-૮૦, બાગબાનનાં ડબ્બા નંગ-૨૦, કાચી સોપારી આશરે ૧૦ કિ.ગ્રામ, પાન પડીકીઓ તથા કોલગેટ સિબાકા ટુથપેસ્ટ નંગ-૨૦, જેબ્રોનીકસ કંપનીનુ સાઉન્ડ સિસ્ટમ તેમજ વકરાના રોકડ રૂપિયા ૧૨ હજાર મળી કુલ કિ.રૂા.૪૦, ૧૦૦ ની મત્તા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.

આ અંગે ફરિયાદ નોંધી પેથાપુર પોલીસ મથકના ફોજદાર એમ એસ રાણાએ ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસનો દોર હાથ ધરતાં ગુના વાળી જગ્યા અને નજીકના સર્કલનાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતાં એક મહિલા શંકાસ્પદ રીતે એક્ટિવા ઉપર જતી જાેવા મળી હતી.

જેનાં પગલે હ્યુમન સોર્સના આધારે મહિલાની શોધખોળ કરવામાં આવતાં શંકાસ્પદ મહિલા સેકટર – ૨૩ કડી કેમ્પસ નાં સામેના છાપરામાં રહેતી હોવાનું જાણવા મળતા પોલીસ ટીમે છાપરામાં છાપો માર્યો હતો. જ્યાં સોનલ અશોકભાઈ દંતાણીને પકડી લેવામાં આવી હતી.

છાપરામાંથી ઉક્ત પાર્લરમાંથી ચોરી કરેલ રૂ. ૨૫ હજાર એકસોની કિંમતનો મુદામાલ તેમજ ૧૨ હજાર રોકડા મળી આવ્યા હતા. ત્યારે તેની પૂછતાંછમાં સોનલ ચોરીના ગુનાને અંજામ આપવા માટે એક્ટિવા લઈને શહેરમાં ફરતી હતી. અને મોકો મળતાં જ ચોરીને અંજામ આપી છાપરામાં ચોરીનો મુદામાલ સંતાડી દેતી હતી. જેણે ત્રણેક મહિના અગાઉ પણ સેકટર – ૩૦ ખાતે પાન પાર્લરનાં તાળા તોડીને ચોરી કર્યાની પણ કબૂલાત કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહુવા તાલુકાના ઉગલવાણ ગામે જુની અદાવતે હત્યા કરી હોવાની ઘટના આવી સામે
Next articleમહેસાણાના એક વેપારીએ બે વેપારી પાસેથી ૬૭.૮૧ લાખની ઠગાઇ આચરી