Home ગુજરાત સ્વામી સહજાનંદ કોલેજે કર્યા વિદેશની ૫ યુનિવર્સિટી સાથે એમઓયુ

સ્વામી સહજાનંદ કોલેજે કર્યા વિદેશની ૫ યુનિવર્સિટી સાથે એમઓયુ

30
0

તાજેતરમાં પોલેન્ડની આ યુનિવર્સિટીના સભ્યો કોલેજ ખાતે આવ્યા હતા અને સંસ્થામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ યોજ્યો હતો. ભાવનગરના વિદ્યાર્થીઓ માટે હવે વૈશ્વિક અભ્યાસના દ્વાર ખુલ્યા છે. સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિદેશની જુદી જુદી પાંચ યુનિવર્સિટી સાથે એમઓયુ કરનારી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બની છે.

પોલેન્ડની ડબ્લ્યુએસજી યુનિવર્સિટી સાથે સહજાનંદ કોલેજ આગામી પાંચ વર્ષ માટે શૈક્ષણિક અને સંશોધન સહિતના વિવિધ ભાષાઓ માટે એમઓયુ કર્યા છે.  ઓલ એન્ડ ની યુનિવર્સિટી સાથે પાંચ વર્ષના એમઓયુ કર્યા છે તેમાં ટૂંકા તથા લાંબા ગાળાના ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામો, સંસ્થાઓ વચ્ચે સંશોધનના કાર્યક્રમ, વિદ્યાર્થીઓ માટે સમર સ્કૂલ પ્રોગ્રામ, જાેઈન્ટ સર્ટિફિકેટ કાર્યક્રમ, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તથા સંયુક્ત કોન્ફરન્સ વર્કશોપ તથા સેમિનારનું આયોજન કરાશે તેમ સહજાનંદ કોલેજના પ્રિ. હેતલબેન મહેતાએ જણાવ્યું હતું.

સ્વામી સહજાનંદ કોલેજે વિદેશની જે પાંચ યુનિવર્સિટી સાથે પાંચ વર્ષ માટે એમઓયુ સ્વરૂપે  જાેડાણ કર્યા છે તેમાં કારકોન્ઝા સ્ટેટ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સ, પોલેન્ડની જાન વાયઝોસ્કી યુનિવર્સિટી, પોલેન્ડની ડબ્લ્યુએસજી યુનિવર્સિટી, ચેક રિપબ્લિકની મેડિકલ સ્કૂલ ઓફ નર્સિસ એન્ડ બિઝનેસ એકેડેમી, અમેરિકાની મેરી વૂડ યુનિવર્સિટી તથા ગ્લોબલ બિઝનેસ માટે લ્યુબિનની કોમ્પ એક્સપર્ટનો સમાવેશ થાય છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજુની પેન્શન યોજના અને ગ્રેડ પે મુદ્દે સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો એક સાથે સીએલ પર ઉતરવાનો ર્નિણય
Next articleમહુવા તાલુકાના ઉગલવાણ ગામે જુની અદાવતે હત્યા કરી હોવાની ઘટના આવી સામે