Home દુનિયા - WORLD સેનાઓની વાપસી શરૂ થઈ ગઈ છે તો શું હવે ભારત-ચીન વચ્ચે સરહદ...

સેનાઓની વાપસી શરૂ થઈ ગઈ છે તો શું હવે ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદનો ઉકેલ આવશે?!..

46
0

ભારત અને ચીન વચ્ચે 2 વર્ષી ચાલી રહેલા સરહદ વિવાદનો હવે અંત આવવા જઈ રહ્યો છે. કારણ કે બંને દેશની સેના પૂર્વ લદ્દાખના ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારથી પાછળ હટવા માટે રાજી થઈ ગઈ છે. આ પ્રોસેસ ગુરુવારથી શરૂ થઈ ગઈ છે અને આશા છે કે સૈન્ય દળોની વાપસીની પ્રક્રિયા 12 સપ્ટેમ્બર સુધીમાં પૂરી થઈ જશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ગોગરા-હોટસ્પ્રિંગ્સના પેટ્રોલિંગ પોઈન્ટ 15થી સેનાઓની વાપસી શરૂ થઈ ગઈ છે. આ જગ્યા પર બંને સેનાઓ વચ્ચે ગત બે વર્ષથી ગતિરોધ બનેલો હતો. બીજી બાજુ ચીન તરફથી પણ સૈન્ય દળોના પાછળ હટવાની સહમતિ પર મહોર લાગી ગઈ છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ બંને પક્ષોએ સંવાદ ચાલુ રાખવા અને ભારત-ચીન સરહદી વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે શાંતિ બહાલ કરવા પર સહમતિ જતાવવામાં આવી છે. આ સાથે જ બંને દેશ કમાન્ડર લેવલની વાર્તામાં શાંતિ બહાલ કરવા માટે પણ રાજી થયા છે. MEA ના પ્રવક્તા અરિન્દમ બાગચીએ આ મામલા સંલગ્ન સવાલોના જવાબમાં કહ્યું કે એ વાત પર સહમતિ બની કે વિસ્તારમાં બંને પક્ષો તરફથી બનાવવામાં આવેલા અસ્થાયી માળખાને હટાવવામાં આવશે અને વિસ્તારમાં ભૂમિનું એ જ પ્રાકૃતિક સ્વરૂપ બહાલ કરવામાં આવશે.

જે બંને પક્ષો વચ્ચે ગતિરોધની સ્થિતિ પહેલા હતું. ચીની સેના તરફથી પણ શુક્રવારે પુષ્ટિ કરાઈ છે કે PP-15 થી ચીન અને ભારતના સૈનિકની વાપસીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. પૂર્વ લદાખમાં બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત સતત કહેતું રહ્યું છે કે દ્વિપક્ષીય સંબંધોની મજબૂતાઈ માટે એલએસી પાસે શાંતિ જાળવી રાખવી જરૂરી છે.

ગતિરોધનો ઉકેલ લાવવા માટે બંને સેનાઓએ કોર કમાન્ડર સ્તરની 16 રાઉન્ડ વાતચીત કરી છે. ચીની રક્ષા મંત્રાલયની એક પ્રેસ રિલીઝમાં કહેવાયું છે કે ‘ચીન-ભારત કોર કમાન્ડર સ્તરની બેઠકના 16માં રાઉન્ડમાં બનેલી સહમતિ મુજબ આઠ સપ્ટેમ્બર 2022ના રોજ જિયાનન ડાબન ક્ષેત્રમાંથી ચીની અને ભારતીય દળોએ પાછળ હટવાનું શરૂ કરી દીધુ છે. જે સરહદી વિસ્તારોમાં શાંતિ માટે સારું છે.’

ભારતીય અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ચીની સેના જે જિયાનન ડાબન ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો છે તે ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારનો એ જ પેટ્રોલિંગ પોઈન્ટ-15 છે જેનો ભારતીય પ્રેસ રિલીઝમાં ઉલ્લેખ કરાયો હતો. ઉઝ્બેકિસ્તાનમાં SCO ના શિખર સંમેલનથી લગભગ એક સપ્તાહ પહેલા સેનાઓના પાછળ હટવાની પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે.

સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થશે. એવી અટકળો છે કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ શકે છે. જો કે તેને લઈને કોઈ પક્ષે કોઈ અધિકૃત જાણકારી આપી નથી. સૂત્રોએ કહ્યું કે ભારત દેપસાંગ અને ડેમચોકના ઘર્ષણવાળા અન્ય વિસ્તારમાં પેન્ડિંગ મુદ્દાઓના સમાધાન માટે સતત ચીન પર દબાણ જાળવી રાખશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘ભારત જોડો યાત્રા’ યાત્રાના બીજા દિવસે કરી પ્રેસ કોન્ફરન્સ, જેમાં રાહુલે ભાજપ નેતાઓએની ટિપ્પણીના જવાબો આ રીતે આપ્યા
Next articleપોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી બહાર રાખવા રજૂઆત તો કરી, મંજૂરી આપે એવી આશા છે : હર્ષ સંઘવી