કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ નિકાળી રહ્યા છે. યાત્રાના બીજા દિવસે તેમણે તમિલનાડુમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન પ્રત્રકારોએ તેમને ભારત જોડો યાત્રાને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ટિપ્પણીઓ વિશે પૂછ્યૂ હતું. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘જુઓ આ ભાજપનો અભિપ્રાય છે, આરએસએસનો અભિપ્રાય હોઈ શકે છે. તેમનો પોતાનો અભિપ્રાય છે. તેમને હક છે. મારી આ યાત્રા નફરતની વિરુદ્ધ છે. દેશને જોડવા માટે છે. બીજેપી અને આરએસએસએ દેશને જે નુકસાન પહોંચાડ્યુ છે, તેને રોકવા માટે હું આ યાત્રા કરી રહ્યો છું . આપણે તેના વિરુદ્ધ લડવું જોઈએ.
વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના કોંગ્રેસ છોડવા વિશે તેમને પૂછવામાં આવ્યુ તો રાહુલ ગાંધીએ કહ્યુ કે, ‘બધા લોકો લડવા માંગતા નથી. ઘણા લોકો બીજેપીની સામે હાથ જોડીને શાંતિ મેળવવા માંગે છે. હું તેમના જેવો નથી.’ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટિપ્પણી કરતા કહ્યુ કે, ‘કોંગ્રેસે આ યાત્રા શરૂ કરવી જ હોય તો તેની શરૂઆત પાકિસ્તાનથી થવી જોઈએ. ભારત પહેલાથી જ જોડાયેલું છે અને એક છે. ભારતના ભાગલા 1947માં થયા હતા. તેથી ભારતમાં આ યાત્રાનો કોઈ લાભ મળવાનો નથી. કશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત જોડાયેલું છે. કોંગ્રેસે 1947માં ભારતને ખંડિત કર્યુ હતું. રાહુલ ગાંધીને કંઈ પસ્તાવો હોય કે મારા નાનાએ ગરબડ કરી હતી, પંડિત નહેરુના સમયમાં જે થયુ, તે ખોટું હતું, તો તેણે પાકિસ્તાનથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરવી જોઈએ.
પાકિસ્તાનને ભારતમાં જોડો, બાંગ્લાદેશને ભારતમાં જોડો.’ આ જ વાત પર તમિલનાડુ ભાજપ પ્રમુખ અન્નામભાઈએ મજાક કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી ‘ભારત જોડો નહીં, ભારત છોડો’ યાત્રા માટે પ્રસિદ્ધ છે. જ્યારે આ યાત્રા દરમિયાન તેઓ દેશભરમાં ફરશે ત્યારે ખબર પડશે કે આઠ વર્ષમાં પીએમ મોદીએ શું કર્યુ છે. તેમની આંખો ખુલી જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સાચુ કહુ તો, બે હજાર વર્ષોથી બે અલગ-અલગ દ્રષ્ટિકોણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, અને આ ચાલુ રહેશે. ભારતના બે અલગ-અલગ દ્રષ્ટિકોણ છે, એક દ્રષ્ટિકોણ કઠોર અને નિયંત્રિત માટે અને બીજો બહુવચનવાદી અને ખુલ્લા વિચારવાળો છે. વિચારોની આ લડાઈ ચાલુ રહેશે.
બીજેપીએ આ દેશની બધી જ સંસ્થાઓને નિયંત્રણમાં લઈ લીધી છે અને તેમના માધ્યમોથી દબાવ આપી રહ્યા છે. અમે હવે એક રાજકીય પક્ષ સાથે લડી રહ્યા નથી. આ હવે ભારતીય રાજ્યની સંરચના અને વિપક્ષ વચ્ચેની લડાઈ છે.’ ફરીથી કોંગ્રેસની કમાન સંભાળવા પર રાહુલ ગાંધીએ કહ્યુ કે, ‘હું કોગ્રેસનો અધ્યક્ષ બનીશ કે નહીં, આ અધ્યક્ષ પદની ચૂંટણી વખતે સ્પષ્ટ થઈ જશે. મેં બહુ જ સ્પષ્ટ રીતે નિર્ણય લીધો છે કે હું શું કરીશ. મારા મનમાં કોઈ જ ભ્રમ નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.