કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જ્યારથી ભારત જોડો યાત્રા શરૂ કરી છે. ત્યારથી તેઓ ભાજપ અને આરએસએસ પર હુમલાખોરો સ્ટેન્ડ લઈ રહ્યા છે. બીજી તરફ ભાજપ પણ રાહુલ પર નિશાન સાધવાની કોઈ તક છોડતા નથી. હવે ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક તસવીર ટ્વીટ કરવામાં આવી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ જે ટી-શર્ટ પહેરી છે તે 41 હજાર રૂપિયાની છે.
જોકે, કોંગ્રેસે પણ ભાજપના આ હુમલોનો જવાબ આપવામાં વિલંબ કર્યો ન હતો. ટી-શર્ટમાં રાહુલ ગાંધીની એક તસવીરની સાથે ભાજપે ટી-શર્ટના બ્રાન્ડની પ્રાઈઝ જણાવતા વધુ એક ફોટો પણ શેર કર્યો છે. ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા ફોટા અનુસાર ટી-શર્ટની કિંમત 41,257 રૂપિયા છે. ભાજપે ટોણા મારતા કેપ્શનમાં લખ્યું છે- ભારત દેખો! ભાજપના આ ટ્વીટના થોડો સમય બાદ કોંગ્રેસે પલટવાર કર્યો.
કોંગ્રેસે ભાજપને જવાબ આપતા લખ્યું- અરે… ગભરાઈ ગયા કે શું? ભારત જોડો યાત્રામાં ઉમેટેલા જનસૈલાબને જોઇને. મુદ્દાની વાત કરો… બેરોજગારી અને મોંઘવારી પર બોલો. બાકી કપડા પર ચર્ચા કરવી છે તો મોદીજીના 10 લાખના સૂટ અને 1.5 લાખના ચશ્મા સુધી વાત જશે.
તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ ગુરૂવારના સવારે 118 અન્ય ભારત યાત્રીઓ અને ઘણા અન્ય વરિષ્ઠ નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથે પદયાત્રાની શરૂઆત કરી. પાર્ટીએ રાહુલ ગાંધી સહિત 119 નેતાઓને ભારત યાત્રી નામ આપ્યું છે જે કન્યાકુમારીથી પદયાત્રા કરી કાશ્મીર સુધી પહોંચશે.
આ લોકો કુલ 3,570 કિલોમીટરનું અંતર કાપશે. તમને જણાવી દઈએ કે, યાત્રા શરૂ કરતા સમયે રાહુલ ગાંધીએ સફેદ રંગની ટી-શર્ટ, ઘેરા વાદળી રંગનું પેન્ટ પહેર્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.