બોલીવુડ સિંગર અને રેપર હની સિંહ અને શાલિની તલવારના ૧૦ વર્ષ જૂના લગ્ન હવે ખતમ થઈ ગયા છે. હની સિંહ અને શાલિની તલવાર ૨૩ જાન્યુઆરી ૨૦૧૧ ના દિલ્હી સ્થિત એક ગુરૂદ્વારમાં શીખ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન એટલા સિક્રેટ હતા કે ત્રણ વર્ષ બાદ બંનેના અફેરના સમાચાર મીડિયામાં આવ્યા હતા. જાેકે, શાલિની તલવારે હની સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને ગત વર્ષે છૂટાછેડાની અરજી કોર્ટમાં દાખલ કરી હતી.
તમને જાણીને આશ્ચર્ય થશે કે શાલિનીએ છૂટાછેડા માટે ૧૦ કરોડ રૂપિયા માગ્યા પરંતુ તેને તેના કરતા ઓછા મળ્યા. કોરોના વાયરસ દરમિયાન શાલિનીએ પૂર્વ પતિ હની સિંહ પર મારામારી-ઘરેલુ હિંસા અને બીજી મહિલાઓ સાથે સંબંધ બનાવવા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હીના સાકેત ડિસ્ટ્રિક ફેમિલી કોર્ટે હવે હની સિંહ અને શાલિનીના છૂટાછેડા પર ચૂકાદો આપી દીધો છે.
હની સિંહથી અલગ થવા પર શાલિનીએ લગભગ ૧૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી, પરંતુ તેને ૧ કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો. આ રૂપિયા તેમને ચેકના રૂપમાં સીલબંધ પરબિડીયામાં આપવામાં આવ્યા. હની સિંહ અને શાલિની લગભગ ૨૦ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્ષ ૨૦૧૧ માં લગ્નના થોડા વર્ષ બાદ બંને વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા હતા.
શાલિનીએ તેના સસરા અને હની સિંહના પિતા પર પણ અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ હતો. પોતાની એફઆઇઆરમાં તેમણે હની સિંહના આખા પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી. હની સિંહ પર આરોપ લગાવતા શાલિનીએ દાવો કર્યો હતો કે, લગ્ન બાદ પણ અન્ય મહિલાઓ સાથે તેના સંબંધ હતા. શાલિનીએ વર્ષ ૨૦૨૧ માં દિલ્હીની તીસ હજારી કોર્ટમાં છૂટાછેડા અરજી દાખલ કરી હતી. આ સાથે જ તેમણે હની સિંહ પાસે એલિમની તરીકે લગભગ ૧૦ કરોડ રૂપિયાની માંગ કરી હતી. બંનેની મુલાકાત સ્કૂલમાં અભ્યાસ દરમિયાન થઈ હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.