Home ગુજરાત વાલીયાના એક ગામમાં પાડોશી ડાકણનો વહેમ રાખીને મારવા જતાં અભયમની ટીમ મદદે...

વાલીયાના એક ગામમાં પાડોશી ડાકણનો વહેમ રાખીને મારવા જતાં અભયમની ટીમ મદદે પહોંચી

35
0

વાલીયા તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના પડોશમાં રહેતી કૌટુંબીક બેન કેટલાય સમયથી બીમાર રહે છે. જેથી બીમાર મહિલાના પતિએ પીડિતા મહિલાને તું ડાકણ છે કહી તારા કારણે મારી પત્ની બીમાર રહે છે. એમ કહી પીડિતા પર હુમલો કરવા જતાં પીડિતા ઘટનાસ્થળેથી જીવ બચાવી ભાગી હતી અને રેસ્ક્યુ માટે ૧૮૧નો સંપર્ક કર્યો હતો. પીડિતા બેન કુવામાંથી પાણી ભરવા ગયા હતા.

આ સમયે બીમાર મહિલાના પતિએ હથિયાર લઈને અપશબ્દો બોલી પીડિતા બેનને તું ડાકણ છે અને તે જ મારી પત્નીને બીમાર કરી છે. હથિયાર વડે તેમના પર હુમલો કરવા જતાં પીડિતા સ્થળ પરથી ભાગી ગયા હતા. ત્યારબાદ પીડિતાએ મહિલા હેલ્પલાઈન ૧૮૧ ઉપર મદદ માટે કોલ કર્યો હતો. જેથી કોલ મળતા જ ૧૮૧ રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સિલરે મહિલાને સલામત રીતે બહાર લાવીને સામેવાળા ભાઈને બોલાવી સમજાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે આવી રીતે કોઈ મહિલાને તેઓ ડાકણ છે તેમ કહી ના શકાય. તમારા પત્નીને સારા દવાખાને લઇ જઈને દવા કરાવો. ડાકણ કે એવી કોઈ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન કરવો જાેઈએ. જેથી તે ભાઈને તેમની ભૂલ સમજાતા તેમણે પીડિતા બેનની માફી માંગતાં ૧૮૧ની ટીમે બંને પડોશીઓ સુખદ મિલાપ કરાવ્યો છે. જ્યારે બીજા એક કેસમાં એક ૩૦ વર્ષીય મહિલા બે બાળકો સાથે રહે છે.

પરંતુ મહિલાનો પતિ રોજ દારૂ પીને મહિલા ઉપર વહેમ રાખીને અપશબ્દો બોલીને મારઝૂડ કરતો હતો. ઉપરાંત ઘર ચલાવવા માટે રૂપિયા પણ નહિ આપતો અને માનસિક અને શારીરિક હેરાન કરતો હતો. જેથી આ મહિલાએ પણ ૧૮૧માં કોલ કરીને મદદની માંગ કરી હતી. ટીમને કોલ મળતા જ ૧૮૧ની રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી મહિલાના પતિને નશો કરવાથી તમારો પરિવારને તકલીફ સહન કરવી પડે છે,

ઉપરાંત તમારું સ્વાસ્થ્ય બગડતું હોવાનું સમજાવ્યો હતો. જેથી પતિને તેની ભૂલ સમજાતાં તેણે દારૂ પીવાની આદત છોડી દેવાની અને સાથે ફરીથી આવું નહિ કરવાનું જણાવતાં પત્ની ખુશખુશાલ થઈ હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કરાયો
Next articleપાર્થ પટેલ NEETની પરીક્ષામાં મહીસાગર જિલ્લામાં પ્રથમ નંબર