ગુજરાતમાં જન્મેલા વેદાંત પટેલે અમેરિકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકી સરકારમાં કામ કરી રહેલા વેદાંત પટેલે ત્યાંના વિદેશ વિભાગની ડેઈલી બ્રીફ કરીને ઈતિહાસ સર્જ્યો છે. આમ કરનારા તેઓ પહેલા ભારતીય-અમેરિકન છે. તેમના સાથીઓએ કહ્યું કે પટેલે સ્પષ્ટ રીતે પોતાની વાતો રજૂ કરી.
અત્રે જણાવવાનું કે અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસ હાલ રજાઓ પર છે. આવામાં તેમની ગેરહાજરીમાં Principal Deputy Spokesperson વેદાંત પટેલને આ તક મળી. પોતાના બ્રિફિંગ દરમિયાન પટેલે યુક્રેન પર રશિયાના આક્રમણ, જેસીપીઓએ અને લિઝ ટ્રસના યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી બનવા જેવા મુદ્દાઓ પર વાત કરી.
તેમની આગામી વ્યક્તિગત બ્રિફિંગ બુધવારે એટલે કે આજની નક્કી છે. તેમની જો કે પહેલી જ બ્રિફિંગ એકદમ શાનદાર રહી. જેના પર વ્હાઈટ હાઉસના વરિષ્ઠ એસોસિએટ કમ્યુનિકેશન્સ ડાઈરેક્ટર મેટ હિલે પણ તેમને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા. હિલે પટેલના વખાણ કરતા લખ્યું કે વિશ્વ મંચ પર યુએસનું પ્રતિનિધિત્વ કરવું એક મોટી જવાબદારી છે અને વેદાંતે તેને અત્યંત સ્પષ્ટતા સાથે અંજામ આપ્યો.
બીજી બાજુ વ્હાઈટ હાઉસના પૂર્વ ઉપસંચાર નિદેશક પિલી તોબરે કહ્યું કે, વેદાંત પટેલને મંચ પર જોઈને ખુબ સારું લાગ્યું. મારા મિત્રને એક શાનદાર શરૂઆત માટે શુભેચ્છાઓ. અત્રે જણાવવાનું કે વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેમનું મૂળ વતન કડી તાલુકાનું ભાવપુરા છે. તેઓ કેલિફોર્નિયા યુનિવર્સિટી, રિવરસાઈડમાંથી ગ્રેજ્યુએટ થયા છે.
આ અગાઉ વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેનના સહાયક પ્રેસ સચિવ અને પ્રવક્તા તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપતિ ઉદ્ધાટન સમિતિ અને બાઈડેન-હેરિસ ટ્રાન્ઝિશનના પ્રવક્તા તરીકે પણ કામ કર્યું છે. તેઓ અનેક અન્ય મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતમાં વ્હાઈટ હાઉસના તત્કાલિન પ્રેસ સચિવ જેન સાકીએ તેમને સુપર ટેલેન્ટેડ ગણાવ્યા હતા.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ તેમના આ અગાઉ ખુબ વખાણ કર્યા હતા. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું અવારનવાર તેમની સાથે મજાક કરું છું. એવું નથી કે અમે તેમને સરળ અસાઈન્મેન્ટ આપીએ છીએ. તેઓ સુપર ટેલેન્ટેડ છે. તેમણે કહ્યું હતું કે ‘વેદાંત વિશે હું કહેવા માંગીશ કે તેઓ એક સુંદર લેખક છે અને ખુબ ઝડપથી લખે છે. તેઓ એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટર પણ હોઈ શકે છે. મને લાગે છે કે તેમની આગળ, સરકાર સાથે તેમની ખુબ જ આશાસ્પદ કરિયર છે.’ સાકીએ તેમના યોગદાનને અદભૂત ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ‘તેઓ મારી મદદ કરવા માટે ઘણું બધું કરે છે, તેઓ અમારા બધાની મદદ કરે છે, દરરોજ રાષ્ટ્રપતિી મદદ કરે છે.’
અત્રે જણાવવાનું કે બાઇડેનના પ્રચારમાં વેદાંત પટેલે નેવાદા અને પશ્વિમી રાજ્યોના કોમ્યુનિકેશન ડાયરેક્ટરની ભૂમિકા ભજવી હતી. આ પહેલાં તે ભારતીય મૂળની રાજનેતા પ્રમિલા જયપાલ માટે કોમ્યુનિકેશન ડાયરેક્ટર માટે કામ કરી ચૂક્યા છે. તેમણે ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં વેસ્ટર્ન રીઝનલ પ્રેસ સેક્રેટરી અને રાજનેતા માઇક હોંડા કોમ્યુનિકેશન નિર્દેશક તરીકે પણ કામ કર્યું છે. તેમણે ઓબામા વહીવટી તંત્રમાં 2009થી મે 2010 સુધી ઓ પદ પર કામ કર્યું હતું. ત્યાર પછી રાજ શાહે ટ્રમ્પ વહીવટી તંત્રમાં 2017થી 2019 સુધી વ્હાઇટ હાઉસનાનાયબ પ્રેસ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.