પાલીતાણામાં સરકારી અનાજના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના તેલ અને તુવેરદાળની ચોરી કરાતા તંત્ર દોડતુ થયુ છે.તેલના 270 ડબ્બામાં ચાર હજાર પચાસ કિલો કપાસિયા તેલ તથા 1500 કિલો તુવેરદાળની રજાના દિવસમાં ચોરી થતા તંત્ર ઉઘતુ ઝડપાયુ છે. પાલીતાણા તાલુકામાં ચોરોને હવે સરકારી માલ ચોરી જતા પણ બીક નથી લાગતી તેનો પુરાવો આપતી મોટી ઘટના અહીં બની છે.
પાલીતાણાના હવામહેલ રોડ પર આવેલા સરકારી ગોડાઉન કે જ્યાંથી પોલીસ સ્ટેશન, મામલતદાર ઓફિસ આ બધું માંડ 500 મિટર દૂર હશે ત્યાંથી અંદાજે નવ લાખ રૂપિયાના મધ્યાહન ભોજનમાં આપવાનું ચાર હજાર કિલો કપાસિયા તેલ અને પંદરસો કિલો તુવેરદાળની રાત્રે ગોડાઉન બંધ કર્યા પછી સવારે ગોડાઉન ખોલતા આ જથ્થો ચોરાયા હોવાનું માલુમ પડેલ છે.
ગોડાઉન ખાતે મેનેજર ભાર્ગવ જોશી કે જેમણે હજી ચાર દિવસ પહેલાજ ચાર્જ સાંભળ્યો છે તો પુરવઠા મામલતદાર મકવાણા કે તે પણ હજી હમણાં જ ચાર્જમાં આવ્યા છે પણ તેમને ટેલિફોનિક પૂછતાં તેમની પાસે ન તો ગોડાઉન મેનેજરનો નંબર ખ્યાલ હતો કે ન કોઈ લાંબી વિગત એમણે બધું કોન્ટ્રાક્ટરની અને મેનેજરની જવાબદારી છે કહીને હાથ ઊંચા કરી દીધા હતા.
ઘટનાની જાણ થતાં ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે પણ સામાન્ય માણસોના જાહેર વ્યવસાય પર કેમેરા ન હોય તો નોટિસો અપાય છે ત્યારે આમનું શુ ? ઉપરાંત નાયબ મામલતદાર પુરવઠા પાસે ગોડાઉન મેનેજરનો નંબર ન હોય તે પણ કેટલું વ્યાજબી આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા વિભાગ અને જિલ્લા કલેક્ટરએ અંગત રસ લઈ આવી ઘટનાઓ માટે કાર્યવાહી કરવી જરૂરી છે.
પાલિતાણામાં અનાજની ચોરી ઉપરાંત સરકારી અનાજના બારોબાર વેચવાની ઘટનાઓ પણ અવાર નવાર બની છે અને તેના પછી પણ અહીં કોઈ કાર્યવાહી થઈ નથી,સરકારી ગોડાઉનની જગ્યા પર ત્રણ ગોડાઉનો છે લાખો રૂપિયાનો રેશનિંગનો પુરવઠો અહીં પડ્યો હોય છે પરંતુ અહીં રાત્રીના કોઈ ચોકીદાર નથી ,સીસી ટીવી કેમેરા લગાડેલ નથી ત્યારે આ બેદરકારી કે હાથે કરીને આ રાખવાનું ? એ પણ એક પ્રશ્ન છે. કારણકે અહીં નવ લાખ રૂપિયાની રકમનો માલ ચોરાયો છે પણ ગોડાઉનને ક્યાંય તોડયુ નથી કે નથી શટર તૂટ્યું નથી તાળા તૂટ્યા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.