Home ગુજરાત આરોગ્ય વિભાગએ ગણેશ પંડાળોમાં 5200 કરતા વધારે કોરોના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા

આરોગ્ય વિભાગએ ગણેશ પંડાળોમાં 5200 કરતા વધારે કોરોના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા

33
0

ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વકનું ઉજવણી શહેરમાં થઈ રહી છે. ગણેશ મંડળો દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગણેશ મંડપમાં પ્રિકોશન ડોઝ આપવાનો નિર્ણય લેવાયો હતો.

શહેરના વિવિધ ગણેશ મંડળોમાં જઈને આરોગ્ય વિભાગએ અત્યાર સુધીમાં 5,200 કરતાં વધુ ડોઝ લોકોને આપ્યા છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણ દરમિયાન રાજ્યમાં સૌથી ઝડપથી સો ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરી હતી. સુરત શહેરમાં અત્યારે પણ કોરોના સંક્રમણના કેટલાક કેસો આવતા હોવાને કારણે કેન્દ્ર સરકારે જે પ્રિકોશન ડોઝ આપવા માટેની સૂચના આપી છે તે મુજબ કામ થઈ રહ્યું છે.

ગણેશ ઉત્સવ દરમિયાન અત્યાર સુધીમાં 119 જેટલા ગણેશ પંડાળોમાં જઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 5200 કરતા વધુ વેક્સિન આપવામાં આવી છે.કોરોના સંક્રમણ માટે વેક્સિનેશનની જરૂરિયાત છે. સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન અનેક પ્રકારની કામગીરી થતી હોય છે. જેમાં બ્લડ ડોનેશન સહિતના વિવિધ સામાજિક કામો થતા હોય છે.

આરોગ્ય વિભાગ દ્વારા પણ અહીં મોટી સંખ્યામાં એકત્રિત થતા લોકોને સરળતાથી વેક્સિનેશન થઈ જાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના 250 જેટલા કર્મચારીઓ રોજ અલગ અલગ ગણેશ ઉત્સવ સ્થળે જઈને વેક્સિનેશન કરી રહ્યા છે.આ કામગીરી અનંત ચતુર્થી સુધી થશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર કમલમ ખાતે વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમર કોંગ્રેસના અનેક પૂર્વ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
Next articleવડોદરા શહેરનમાં તળાવમાં એવી તો કેટલી શ્રીજીની મૂર્તિઓ ફેંકવામાં આવી કે વીડિયો વાઇરલ થતાં ભારે સર્જાયો વિવાદ