Home ગુજરાત ઉત્તર ગુજરાત માણસામાં દારૂ કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ, રૂ. ૧૧.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત

માણસામાં દારૂ કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ, રૂ. ૧૧.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત

58
0

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે માણસાનાં નવા વાસમાં બેરોકટોક બુટલેગરો દ્વારા ચલાવવામાં આવતાં વિદેશી દારૃના કટિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નવા વાસમાં રેડ દરમિયાન ૩૪૪ દારૂની બોટલો મળી આવ્યા બાદ એલસીબીની તપાસમાં સમગ્ર દારૂ કટિંગનાં નેટવર્કની એક સુવ્યવસ્થિત ચેઇન ચાલતી હોવાનું બહાર લાવી કુલ રૂ. ૧૧.૭૧ લાખ જેટલો મુદામાલ જપ્ત કરી ત્રણ બુટલેગરો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા જિલ્લામાં ચાલતી દેશી વિદેશી દારૂની પ્રવૃતિઓ નેસ્તનાબૂદ કરી દેવા આપેલી સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાંચનાં પીઆઈ એચ પી ઝાલાની ટીમ દ્વારા માણસામાં ચાલતી દારૂની પ્રવૃતિઓ ઉપર બાઝ નજર રાખી પેટ્રોલીંગ વધારી દેવાયું હતું.જે અન્વયે પીએસઆઇ વી કે રાઠોડ સ્ટાફના માણસો સાથે માણસા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.

એ દરમ્યાન બાતમી મળી હતી કે, માણસાનાં નવા વાસમાં રહેતો રાહુલ ગોવિંદભાઈ પટેલ પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટિંગ કરી દારૂનો વેપલો ચલાવી રહ્યો છે. જેનાં પગલે એલસીબીની ટીમ ખાનગી વાહનમાં બેસી બાતમી વાળી જગ્યાએ ચાલતા ચાલતા રાહુલના ઘરે પહોંચી ગઈ હતી.બાદમાં બુટલેગર રાહુલ પટેલને સાથે રાખી ઘરના અલગ અલગ રૂમમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં રાખેલી દારૂ અને બિયરનો ૩૨૨ નંગ જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો.

જેની કડકાઈથી પૂછતાંછ કરતાં આ વિદેશીદારૂ જયેશભાઇ ઉર્ફે માંધો પરસોતમ પટેલ (રહે લોદરા) તથા ગણેશ લલારામ ગામીતી (રહે. બીચ્છીવાડા રાજસ્યાન)જયેશની ક્રેટા ગાડીમાં આવીને આપી ગયા હતા. જ્યારે બીજાે દારૂનો જથ્થો ગાડીમાં પરત લઈ ગયા હોવાની કબૂલાત કરી હતી.

બાદમાં એલસીબીએ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે ખાનગી વાહનમાં બેસી લોદરા ગામે રહેતા જયેશ પરષોત્તમભાઇ પટેલનાં રહેણાંક મકાનનાં બોર કૂવા સુધી પહોંચી ગઈ હતી.અને જયેશને ક્રેટા કાર સાથે ઝડપી લઈ તલાશી લેતાં કારમાંથી વધુ ૨૨ નંગ બોટલો બિયર – દારૂ મળી આવ્યો હતો.આથી જયેશની પૂછતાંછ કરતાં તેનો મિત્ર ગણેશ લલારામ ગામીતી (રહે. બીચ્છીવાડા રાજસ્યાન) એસયુવી કારમાં ૩૧ પેટી દારૂનો જથ્થો આપી ગયો હતો.

જે પૈકી ૨૩ પેટી દારૃ રાહુલ પટેલને આપ્યો હતો. જ્યારે બાકીનો દારૂ ગાડીમાં રાખી પોતે છુટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. આમ એલસીબીએ આખા નેટવર્કનો પર્દાફાશ કરીને ૩૪૪ નંગ દારૂ – બિયરનો જથ્થો, મોબાઈલ ફોન અને કાર મળીને કુલ રૂ. ૧૧.૭૧ લાખ જેટલો મુદામાલ જપ્ત કરી લઈ બુટલેગર રાહુલ પટેલ અને જયેશ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિહોરમાં શિક્ષક દ્વારા બાળકોને જન્મ દિવસે પુસ્તક આપીને કરાઇ છે ઉજવણી
Next articleઊંઝાના ૩.૬૯ લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઇ