સિહોર તાલુકાની ધ્રુપકા પ્રાથમિક શાળામાં શાળાના બાળકો અને શિક્ષકોના જન્મ દિવસની કંઇક અલગ રીતે જ ઉજવણી કરવામાં આવે છે.અત્યાર સુધીમાં અંદાજે સવા લાખ રૂપિયાના પુસ્તકો શાળાના બાળકો, શિક્ષકો અને અતિથિઓને અપાયા છે. પુસ્તક માણસને જીવનોપયોગી બની રહે છે.
આ બાબતને ધ્યાને લઇ બાળકોમાં વાંચન પ્રત્યે રસ અને રુચિ વધે એ માટે ધ્રુપકા પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક હિંમતભાઇ એસ.રાઠોડ દ્વારા શાળામાં નવતર પ્રયોગ અમલમાં છે એ નવતર પ્રયોગ એટલે બાળકના જન્મ દિવસે પુસ્તકની ભેટ.
જ્યારે કોઇ બાળકનો જન્મ દિવસ હોય ત્યારે તે બાળકને ગિજુભાઇની બાળનગરી, પંચતંત્રની વાર્તાઓ, અકબર-બીરબલ, અરેબિયન નાઇટસ, મુલ્લા નસરુદ્દીન,વાર્તા લો કોઇ વાર્તા, ઇસપનીતિ, જિંદગી તને થેન્ક યુ, દીકરી વહાલનો દરિયો, મહાભારતના અમર પાત્રો, રામાયણના અમરપાત્રો, ઉપયોગી વાર્તાઓ, ગુજરાત-ભારત અને દુનિયાના નકશા,અતીતવન સહિતના હજારો પુસ્તકો અત્યાર સુધીમાં પ્રદાન કરાયા છે.
શાળાના શિક્ષકો કે કોઇ અતિથિ શાળામાં આવે ત્યારે પણ તેઓને હિંમતભાઇ દ્વારા પુસ્તક ભેટ આપવામાં આવે છે આ રીતે તેઓએ અત્યાર સુધીમાં અંદાજે સવા લાખ રૂપિયાના પુસ્તકો શાળાના બાળકો અને શિક્ષકો અને અતિથિઓને ભેટ આપ્યા છે.શિક્ષક દ્વારા છેલ્લા પાંચેક વરસથી આ પ્રવૃતિ ચલાવાઇ રહી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.