Home ગુજરાત વડોદરા રેલવે સ્ટેશનથી બાળકોની દિલ્હીથી તસ્કરી કરી સપ્લાય કરતી ગેંગ ઝડપાઇ

વડોદરા રેલવે સ્ટેશનથી બાળકોની દિલ્હીથી તસ્કરી કરી સપ્લાય કરતી ગેંગ ઝડપાઇ

35
0

શહેરની ઝોન-૨ એલસીબીની ટીમ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી બાળકોની તસ્કરી કરી સપ્લાય કરતી ગેંગના પતિ-પત્નીને ઝડપી લેવામાં આવ્યા છે. આ બાળકોની તસ્કરી તેઓ દિલ્હીથી કરતા હોવાનું જણવા મળ્યું છે. વડોદરામાં એલસીબી ઝોન-૨ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી આ દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશન બહાર કોઇ શંકાસ્પદ લોકો બાળકોની સપ્લાય કરવાના છે અને એક દંપતીને બાળક આપવાના છે.

જેથી એલસીબીઅને રાવપુરા શી ટીમ તેમજ ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ના સ્ટાફ સાથે રાખી તપાસ કરતા સૌરભ વિશ્વનાથ વેરા અને તેની પત્ની સોમા વેરા (રહે. તુલસીદાસની ચાલી, સલાટવાડા, કારેલીબાગ) એક બાળકી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. સેન્ટ્રલ દિલ્હીના કરોલબાગ સ્થિત બાપાનગરમાં રહેતી પૂજા હરીશંકર તથા દીપક કુમાર શીવચરન પાસેથી તેઓ આ બાળકીને લાવ્યા છે.

દંપતીએ કહ્યું કે તેઓ આ બાળકીને દત્તક લેવાના છે. જાે કે આ દંપતી પાસે બાળકી કે તેના સાચા માતા-પિતાના કોઇ આધાર પુરાવા ન હોવાથી રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કથિત રીતે દિલ્હીથી લાવવામાં આવેલી આ બાળકની ઉંમર માત્ર આઠ દિવસની છે. તેથી તેને પ્રાથમિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.

તેમજ દંપતીની અટકાયત કરી તેઓ બાળકોની તસ્કરીમાં કેવી રીતે સામેલ છે અને તેઓ અગાઉ પણ આવી રીતે બાળકો લાવ્યા છે કે નહીં. તેમજ કોના સંપર્કથી આ બાળકી તેઓ લાવ્યા વગેરે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હીથી આવતી એક ટ્રેનમાં ગેરકાયદે થયેલા સોદા મુજબ એક નવજાત બાળકને લઇને એક મહિલા આવશે ,રેલવે સ્ટેશન ખાતે ખરીદનાર મહિલા પણ આવશે.

આ પછી ડીસીપી અભય સોનીની એલસીબીની ટીમ રેલવે સ્ટેશન ખાતે ગોઠવાઈ હતી અને કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ સંબંધમાં હાલ અટકાયતી પગલાં લીધા છે પણ દિલ્હીની મહિલા જે દાવો કરે છે તે મુજબના કાગળીયા અને દસ્તાવેજાેની માંગ કરી છે દિલ્હીમાં પણ તપાસ થશે, આ રેકેટમાં અન્ય લોકો પણ સામેલ હોવાની અમને શંકા છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખજાેદમાં એક પ્લાન્ટમાં કચરાને જેસીબી મશીનથી દબાવતી મહિલાને કચરાની સાથે દબાવી દેતા મોત નિપજ્યું
Next articleસુરતના ખેલાડીઓએ વિયેતનામમાં એશિયન જુનિયર તાઈક્વાઈન્ડો ચેમ્પિયનશીપમાં મેળવ્યાં બ્રોન્ઝ મેડલ