Home દુનિયા - WORLD લંડનથી ચોરી થયેલી ‘બેન્ટલે મલ્સેન’ કાર પાકિસ્તાનથી મળી

લંડનથી ચોરી થયેલી ‘બેન્ટલે મલ્સેન’ કાર પાકિસ્તાનથી મળી

36
0

બ્રિટનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજધાની લંડનથી ચોરી થયેલી એક લગ્ઝરી કાર દરોડા દરમિયાન પાકિસ્તાનના કરાચીથી મળી આવી છે. આ કાર બ્રિટનથી ચોરી કરી પાકિસ્તાન લઈ જવામાં આવી હતી. પાકિસ્તાનના કસ્ટમ અધિકારીઓના દરોડામાં લગ્ઝરી કાર બેન્ટલે મલ્સેન સેડાનને કરાચીના એક બંગલામાંથી જપ્ત કરવામાં આવી છે. બ્રિટનની રાષ્ટ્રીય ક્રિમિનલ એજન્સીએ પાકિસ્તાનના કસ્ટમ વિભાગને કાર ચોરી થવાની સૂચના આપી હતી.

ત્યારબાદ અધિકારીઓએ કરાચીનના બંગલામાં દરોડા પાડ્યા અને ત્યાંથી આ મોંઘી કાર જપ્ત કરી છે. જાણકારી પ્રમાણે દરોડા દરમિયાન એક અન્ય બંગલામાંથી પણ લાયસન્સ વગરના હથિયાર જપ્ત થયા હતા. સૂત્રએ જણાવ્યું કે કારની લંડનથી થોડા સમય પહેલા ચોરી થઈ હતી અને ગેંગમાં સામેલ લોકો પૂર્વી યુરોપીયન દેશના એક સર્વોચ્ચ રાજદ્વારીના દસ્તાવેજોનો ઉપયોગ કરી કારને પાકિસ્તાન લાવ્યા.

બ્રિટનની રાષ્ટ્રીય અપરાધ એજન્સી દ્વારા કાર ચોરી થવાની સૂચના અપાયા બાદ પાક અધિકારીઓએ બંગલા પર દરોડા પાડ્યા અને બેન્ટલે મલ્સૈન કાર જપ્ત કરી હતી. જાણવા મળ્યું છે કે તે રાજદૂતને તેમની સરકારે હવે પરત બોલાવી લીધા છે.અને તમને જાણી ને ચોકી જશો કે કીમત શું છે. આ ગાડીની કિંમતની વાત કરીએ તો આ કાર 3,00,000 ડોલર (ભારતીય રૂપિયા પ્રમાણે તેની કિંમત 2,39,24,714 રૂપિયા અને પાકિસ્તાની કરન્સી પ્રમાણે 6,57,90,000 રૂપિયા) થી વધુ છે. આ બ્રાન્ડની સૌથી મોટી અને સૌથી મોંઘી સેડાન છે.

નોંધનીય છે કે બંગલાના માલિક આ મામલામાં દસ્તાવેજ ઉપલબ્ધ કરાવી શક્યા નહીં, ત્યારબાદ અધિકારીઓએ તેને અને કાર વેચનાર દલાલની ધરપકડ કરી છે. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે કારનું રજીસ્ટ્રેશન પણ નકલી છે. અધિકારીઓની એફઆઈઆર પ્રમાણે ચોરી કરેલી કારની તસ્કરીને કારણે 30 કરોડ રૂપિયાથી વધુના ટેક્સની ચોરી થઈ.

અધિકારીઓએ કહ્યું કે તે આ રેકેટના મુખ્ય માસ્ટરમાઇન્ડને શોધી રહ્યાં છે. એક રિપોર્ટ પ્રમાણે આ કાર બંગલામાં ઉભેલી હતી. માલિકે પૂછપરછમાં જણાવ્યું કે તેને કોઈ બીજા વ્યક્તિએ આ કાર વેંચી છે. જેણે કાર વેચી તેણે કહ્યું હતું કે તે સંબંધિત અધિકારીઓ પાસેથી ડોક્યૂમેન્ટ પ્રોસેસની મંજૂરી અપાવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીફ ફાઇનાન્શિયલ એડવાઇઝરનું બિલ્ડિંગમાંથી પડી જવાથી મોત
Next articleઅમેરિકામાં એક ન્યૂઝ એન્કરે આત્મહત્યા કરી, કારણ જાણીને સૌ કોઈ ચોકી ગયા…