Home Uncategorized છોટા ઉદેપુરમાં ગુલાબ પેનલના શિક્ષકો દ્વારા ફોર્મ રદ થવાના મામલે ન્યાય મેળવવા...

છોટા ઉદેપુરમાં ગુલાબ પેનલના શિક્ષકો દ્વારા ફોર્મ રદ થવાના મામલે ન્યાય મેળવવા કલેકટરને આવેદન

38
0

છોટા ઉદેપુર જીલ્લા પ્રાથમિક અને તાલુકા ઘટક સંઘની ચૂંટણી આગામી ૯ સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. જેના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે જેમાં નસવાડી તાલુકા ઘટક સંઘમાં ઉમેદવારોએ બે ફોર્મ ભર્યા હતા તેમાંથી એક એક ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું અને તેની જાહેરાત ચૂંટણી અધિકારી દ્વારા કરવાની બાકી રાખીને આવા ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગુલાબ પેનલના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે.

ચૂંટણી અધિકારી દ્વારા આ ફોર્મ મનસ્વી રીતે રદ કર્યો હોવાનો આક્ષેપ કરીને ગુલાબ પેનલના ઉમેદવારોના હિતમાં ન્યાય મળે તે માટે છોટા ઉદેપુર જીલ્લા કલેકટરને ગુલાબ પેનલના આગેવાનો દ્વારા આવેદપત્ર આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે લાંબા ગાળા પછી છોટા ઉદેપુર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ રહી છે. જેને લઇને સત્તા મેળવવા માટે કાવાદાવા કરવામાં આવી રહ્યા છે અને એડીચોટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીધામમાં એક શખ્સે યુવતીને અર્ધબેભાન કરી વારંવાર આચર્યું દુષ્કર્મ
Next articleસુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે કોગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું