સુરેન્દ્રનગરનાં દસાડા ગામનાં મેરા ગામે રહેતા વિજયભાઇ મધુભાઇએ તેમનાં પિતા સહિત અન્ય ત્રણ જણા સામે એવો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે કે, વિજયભાઇનાં પિતા મધુભાઇએ છેલ્લા ૧૭ વર્ષથી પુત્ર વિજય અને તેની માતા લીલાબેન તથા તેમનાં પરિવારને છોડીને વિજયની સાળી સાથે ભાગી ગયા હતા અને પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી વિજયની માતા અને મધુભાઈની પત્ની લીલાબેને પતિ વિરુદ્ધમાં શંખેશ્વર કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો.
આ કેસમાં પતિ મધુભાઇ હાજર થતા નથી. તા. ૩૦-૮-૨૨નાં રોજ વિજયને સમાચાર મળેલ કે, તેમનાં પિતા મધુભાઇ એકલા શંખેશ્વરનાં ટુવડમાં તેમનાં મોસાળમાં આવેલા છે. જેથી વિજય તેની પત્ની અને ભાઈ ત્રણે જણા બાઇક ઉપર રાત્રે ટુવડ ગામે ગયા હતા.ગામમાં આવેલા પાવાવાળી માતાનાં મંદિરે જઇને અત્રેનાં બે વ્યક્તિઓ તેમનાં પિતા સાથે વાત કરતાં હતા તે સમયે અહીં આવેલા પિતા મધુભાઇએ દિકરાને જાેઇને ગાળો બોલવા લાગેલા અને કહેવા લાગેલા કે, આ લોકોને અહીંયા કોને બોલાવ્યા છે.
આ લોકોને જાનથી મારી નાંખો જેથી આ ચંદુભાઇ આતાભાઇ તથા દશરથભાઇ માવજીભાઇ ચંદુના ઘરેથી ચંદુ ધારીયુ લઇને આવેલો અને વિજયને માથામાં મારતાં તે નીચે પડી જતા તેને જમણા હાથે ઉંધુ ધારીયાનો ફટકો મારેલો અને દશરથ માવજીભાઈએ તેના હાથમાં આવેલા લોખંડની પાઇપ તેના ભાઇ સંજયના માથા તથા બરડાના ભાગે મારેલ અને ઇજાઓ કરેલ તેથી પત્ની લક્ષ્મીને પણ ચંદુએ તેનાં હાથમાનું ધારીયુ જમણી બાજુ ગાલના ભાગે માર્યુ હતું.
આ લોકોનું ઉપરાણા લઇ તળશીભાઇ માવજીભાઇએ પણ આવીને સંજયને ગડદાપાટુનો માર મારવા લાગેલો અને તેના પિતાએ પણ ભાઇ સંજયને ગડદાપાટુનો માર મારવા લાગેલો અને તેનું ગળુ દબાવેલું તેવામાં હોબાળો થતાં આ લોકો ત્યાંથી જતા રહેલા અને જતા જતા જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતાં રહ્યા હતા.
ત્યારબાદ સંજયે ૧૦૮ માં ફોન કરી જાણ કરતાં ૧૦૮માં ત્રણેય જણાને સારવાર માટે હારીજ સીવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાંથી વિજય તથા સંજય અને પત્નીને પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ધારપુર સીવીલ હોસ્પીટલમાં રીફર કર્યા હતા.શંખેશ્વરનાં ટુવડમાં પુત્રની સાળી સાથે પિતાએ ૧૭ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારે હાલ ટુવડ ગામે પિતાને મળવા આવેલા પુત્રો પર પિતાએ અન્યોની સાથે મળી હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાને લઈ શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.