Home ગુજરાત સુરતમાં બસ ડ્રાઈવરે બસ ભગાવતા મહિલા બાળક સાથે પટકાઈ

સુરતમાં બસ ડ્રાઈવરે બસ ભગાવતા મહિલા બાળક સાથે પટકાઈ

36
0

સુરતમાં સિટી બસ ચાલકોની બેદરકારીને કારણે અકસ્માતોમાં દિવસે દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વેડ રોડ વિસ્તારમાં સીટી બસમાંથી ઉતરતી મહિલા તેના બાળક સાથે રસ્તા પર પટકાઈ હતી. મહિલા બસમાંથી ઉતરે તે પહેલા જ ડ્રાઇવરે બસ ભગાવી મૂકતા મહિલા બાળક સાથે પટકાતા તેને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. હું મારા બાળક સાથે ૨૫૪ નંબરની બસમાં મુસાફરી કરીને નીચે ઉતરી રહી હતી.

તે દરમિયાન જ અચાનક બસ શરૂ થઈ ગઈ હતી. જેથી મારું સંતુલન બગડી ગયું અને હું બાળક સાથે રસ્તા પર પટકાઈ ગઈ જેથી મને ઇજાઓ પહોંચી છે. ડ્રાઇવર દ્વારા ભૂલ કરવામાં આવી છે. દરવાજાે અચાનક ક્યારેક ખોલી નાખવામાં આવતો હોય છે. તો ક્યારેક આ રીતે લોકો બસમાંથી ઉતરે તે પહેલા જ બસ હંકારી મૂકવાની ઘટનાઓ અવારનવાર બને છે. આ મહિલા અને તેના છોકરા બંને નીતે પડી જતા ઈજા પહોંચી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડ્રાઇવરો દ્વારા અવારનવાર થતી બેદરકારી સામે પગલાં લેવા જાેઈએ.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછેલ્લા બે દાયકાથી રસ્તાનું કામ અટકી પડ્યા હોવાથી હાઈકોર્ટમાં અરજી
Next articleપુત્રીનો સારવારનો ખર્ચ ઉઠાવી ન શકતા આધેડે ફાંસો ખાધો