Home દેશ - NATIONAL પોપ્યુલર ફિલ્મના ક્રેઝથી ગણપતિ બાપ્પાને હાથમાં પકડાવી બંદૂક, આ જોઈને યૂઝર્સ આપી...

પોપ્યુલર ફિલ્મના ક્રેઝથી ગણપતિ બાપ્પાને હાથમાં પકડાવી બંદૂક, આ જોઈને યૂઝર્સ આપી પ્રતિક્રિયાઓ

37
0

સમગ્ર દેશમાં ગણેશોત્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. જાણીતી હસ્તીઓના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા છે. કોરોનાકાળના લગભગ બે વર્ષ બાદ લોકો એકસાથે મળીને જશ્ન મનાવી રહ્યા છે. આ વખતે ગણેશ ચતુર્થી પર કઈક અલગ જ જોવા મળી રહ્યું છે. જેનું કનેક્શન સિનેમાથી છે. સાઉથ સ્ટાર અલ્લુ અર્જૂનની હિટ મૂવી પુષ્પાથી પ્રેરિત થઈને બાપ્પાની મૂર્તિ બજારમાં આવી. પુષ્પાના રંગમાં રંગાયેલા ગજાનનની પ્રતિમા ચારેબાજુ છવાઈ ગઈ છે.

Viral Image – Image From Google Images

હવે બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2 ફેમ યશનો ક્રેઝ પણ છાપરે ચડીને પોકારી રહ્યો છે. તેમના પાત્ર રોકીભાઈના અને તેમાં વપરાશમાં આવેલી ‘બડી માં’ નામે ફેમસ થયેલી મશીનગન છે એ મશીનગનવાળા દ્રશ્યથી પ્રેરિત થઈને બાપ્પાની મૂર્તિ બનાવવામાં આવી છે. જો કે તેને જોઈને લોકો ખુશ નથી. જાણો કેમ. ડાઈરેક્ટર પ્રશાંત નીલની KGF 2નો એક સીન હતો જેમાં રોકીભાઈ એટલે કે યશે એક પોલીસ સ્ટેશન પર મશીન ગનથી ગોળીઓ છોડીને ચારણી જેવું બનાવી દીધુ હતું.

આ દ્રશ્ય પર થિયેટરમાં ખુબ તાળીઓ પડી હતી. યશનો સ્વેગ ઓડિયન્સને પસંદ આવ્યો હતો. આ દ્રશ્યને ગણેશોત્સવમાં ચમકાવવામાં મૂર્તિ બનાવનારા કલાકારોએ બાપ્પાની મૂર્તિના હાથમાં પણ બંદૂક થમાવી દીધી. આ મૂર્તિને જોઈને કેટલાક લોકો વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેનાથી નાખુશ છે. કેટલાક લોકો અમુક રીતે પસંદ ન આવ્યું અને એ લોકોનું કહેવું એમ છે કે ગણપતિ બાપાની મૂર્તિને હિંસક રૂપ આપવું યોગ્ય નથી. તે ભગવાનનું અપમાન છે. બોલીવુડ બાદ હવે સાઉથવાળા પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે.

અને આવામાં માં કેટલાકને ગણેશજીનો આવો અંદાજ વધુ પસંદ આવ્યો છે અને એ લોકોનું કહેવું છે કે અને અત્રે જણાવવાનું હેતુથી પણ કહ્યું કે આ અગાઉ પણ રામચરણ અને જૂનિયર એનટીઆરના RRR વાળા લૂકની પણ બાપ્પાની મૂર્તિ છવાઈ હતી. ત્યારબાદ અલ્લુ અર્જૂનના પુષ્પા સ્વેગની મૂર્તિ જોવા મળી. અત્રે જણાવવાનું કે RRR, KGF 2 અને પુષ્પાએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. તેમની સ્ટાઈલથી લઈને ફિલ્મના ગીત અને ડાઈલોગ્સ ખુબ લોકપ્રિય થયા હતા.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશમાં સર્વાઇવલ કેન્સરના નિવારણ માટે પ્રથમ સ્વદેશી વિકસિત લોન્ચ કરી દેવામાં આવી
Next articleપંડિતની યાદશક્તિ એવી કે કન્યા લગ્નના મંડપમાંથી કન્યા સીધી જેલ પહોંચી