Home દેશ - NATIONAL વડાપ્રધાન મોદીએ દેશનું પહેલું સ્વદેશી જહાજ ‘દરિયાનો બાદશાહ INS વિક્રાંત’ નૌસેનાને સમર્પિત...

વડાપ્રધાન મોદીએ દેશનું પહેલું સ્વદેશી જહાજ ‘દરિયાનો બાદશાહ INS વિક્રાંત’ નૌસેનાને સમર્પિત કર્યુ

35
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું. આઈ.એન.એસ વિક્રાંતની ખાસ વાત એ છે કે તે એક સ્વદેશી યુદ્ધજહાજ છે. જેને 2009માં બનાવવાનું શરૂ કર્યું હતું. હવે તે 13 વર્ષ બાદ નેવીને મળ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ નેવીના નવા લોગો (Ensign) નું પણ અનાવરણ કર્યું. સમુદ્ર પર તરતો અભેદ કિલ્લો છે આ INS વિક્રાંત છે દરિયાનો બાદશાહ.

પીએમ નરેન્દ્ર મોદીએ આજે સવારે કોચીના કોચીન શિપયાર્ડ લિમિટેડમાં તેને નેવીને સમર્પિત કર્યું. આઈએનએસ વિક્રાંતની ડિઝાઈન અને નિર્માણ, બધુ ભારતમાં જ કરાયું છે. પીએમ મોદીએ આ સાથે નેવીના નવા ફ્લેગનું પણ અનાવરણ કર્યું જે બ્રિટિશ રાજના પડછાયાથી દૂર છે. એકબાજુ તિરંગો અને બીજી બાજુ અશોકસ્તંભ છે. આ અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને અન્ય હસ્તીઓ પણ હાજર રહ્યા. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે કેરળના સમુદ્રના તટ પર સમગ્ર ભારત એક નવા ભવિષ્યના સૂર્યોદયનું સાક્ષી બની રહ્યું છે.

આઈ.એન.એસ વિક્રાંત પર થઈ રહેલું આયોજન, વિશ્વ ક્ષિતિજ પર ભારતના બુલંદ થતા જુસ્સાનો હુંકાર છે. આઈ.એન.એસ વિક્રાંતનું વજન આશરે 45000 ટન છે. એટલે કે તેને બનાવવામાં એટલે કે તેને બનાવવામાં ફ્રાન્સ સ્થિત એફીલટાવરના વજનથી ચાર ગણું લોઢું અને સ્ટીલ વપરાયું છે. એટલું જ નહીં તેની લંબાઈ 262 મીટર અને પહોળાઈ 62 મીટર ચે. એટલે કે તે ફૂટબોલના બે મેદાન બરાબર છે. પહેલા સ્વદેશી યુદ્ધજહાજમાં 76 ટકા સ્વદેશી ઉપકરણ લાગેલા છે. જેના પર 450 મારક ક્ષમતાવાળી બ્રહ્મોસ મિસાઈલ પણ તહેનાત રહેશે. જેમાં 2400 કિમી કેબલ લાગ્યા છે. એટલે કે કોચીથી દિલ્હી સુધી કેબલ પહોંચી શકે છે.

આઈ.એ.સી વિક્રાંત (IAC Vikrant – Indigenous Aircraft Carrier)માં 30 જેટલા એરક્રાફ્ટ તહેનાત થઈ શકે છે. આ ઉપરાંત તેનાથી મિગ 29K ફાઈટર જેટ પણ ઉડાણ ભરીને એન્ટી એર, એન્ટી સરફેસ અને લેન્ડ એટેકમાં ભૂમિકા ભજવી શકે છે. તેનાથી Kamov 31 હેલિકોપ્ટર પણ ઉડાણ ભરી શકે છે. વિક્રાંતના નેવીમાં સામેલ થયા બાદ હવે ભારત એ દેશોની હરોળમાં આવી ગયું છે જેમની પાસે સ્વદેશી વિમાનવાહક જહાજની ડિઝાઈન અને નિર્માણ ક્ષમતા છે.

વિક્રાંતથી હળવા હેલિકોપ્ટર (ALH) અને હળવા ફાઈટર વિમાન (LCA) ઉપરાંત મિગ-29 ફાઈટર જેટ, Kamov-31, MH-60R અને મલ્ટી રોલ હેલિકોપ્ટરો સહિત 30 વિમાનથી યુક્ત એરવિંગના સંચાલનની ક્ષમતા છે. શોર્ટ ટેક ઓફ બટ, રેસ્ટેડ લેન્ડિંગ જેવા નવા વિમાન ચાલન મોડનો ઉપયોગ પણ તેમાં કરાયો છે. વિક્રાંતમાં 2300 કમ્પાર્ટમેન્ટ સાથે 14 ડેક છે જે લગભગ 1500 જવાનોને લઈ જઈ શકે છે અને તેમના ભોજનની જરૂરિયાતને પૂરી કરવા માટે તેની રસોઈમાં લગભગ 10,000 રોટી બનાવી શકાય છે.

આ યુદ્ધ જહાજમાં 88 મેગાવોટ વિજળીની ચાર ગેસ ટર્બાઈન લાગેલા છે. તેની વધુમાં વધુ ગતિ 28 (નોટ) સમુદ્રી માઈલ છે. તે 20,000 કરોડના ખર્ચે બનેલું છે. આ સમગ્ર પ્રોજેક્ટ રક્ષા મંત્રાલય અને સીએસએલ વચ્ચે ડીલના ત્રણ તબક્કામાં આગળ વધ્યો છે. જે મે 2007, ડિસેમ્બર 2014 અને ઓક્ટોબર 2019માં પૂરો થયો છે. તે આત્મનિર્ભર ભારતનું આદર્શ ઉદાહરણ છે. જે મેક ઈન ઈન્ડિયા પહેલ પર ભાર મૂકે છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગ્રાહકે Swiggyમાંથી ઓર્ડર કરતા લખ્યું- નહિ જાેઈએ મુસ્લિમ ડિલીવરી પર્સન
Next articleIMF 2.9 અબજ ડોલરનું રાહત પેકેજ આપે તો શ્રીલંકાનું આર્થિક સંકટ દૂર થઇ શકે ખરા?…