Home ગુજરાત આણંદમાં બાગાયત વિભાગ દ્વારા મિનિ ટ્રેક્ટ્રરનો વેરિફિકેશન કેમ્પ યોજાયો

આણંદમાં બાગાયત વિભાગ દ્વારા મિનિ ટ્રેક્ટ્રરનો વેરિફિકેશન કેમ્પ યોજાયો

46
0

આણંદના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને અપાતી સાધન સહાય માટે ગેરરીતિ અટકાવવા અનોખીનો કિમિયો અજમાવ્યો છે. આ અંગે ખાસ વેરિફિકેશન કેમ્પ રાખવામાં આવી રહ્યાં છે. જેમાં રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ બાગાયતી યાંત્રીકરણ ઘટકમાં સામાન્ય જાતિના ખેડૂતોને ટ્રેકટર ખરીદીમાં સહાય મળી રહે તે માટે તેઓને ૪૫ હજારની સહાય આપવામાં આવે છે.

આ સહાય યોજના અંતર્ગત આણંદની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ટ્રેક્ટ્રર વેરિફિકેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આણંદના બાગાયત વિભાગ દ્વારા યોજાયેલા વેરિફિકેશન કેમ્પમાં જિલ્લાના ૩૮ લાભાર્થી ખેડૂતોના ટ્રેક્ટ્રરનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ ખેડૂતોને ટ્રેક્ટ્રરનું વેરિફિકેશન થઇ ગયા બાદ સરકાર તરફથી લાભાર્થી ખેડૂતને ટ્રેક્ટ્રરની કુલ કિંમતના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ.૪૫ હજાર લેખે સહાય આપવામાં આવશે.

મહત્વનું છે કે, આ કેમ્પમાં આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક ડો.એસ.એસ.પિલ્લાઇ, બાગાયત અધિકારી કમલભાઈ ઠાકોર, જય ચાવડા, ડો.હિતેશભાઇ ઠાકરીયા તેમજ કિશનભાઇ ડાભી દ્વારા ટ્રેક્ટ્રરનુ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.આ વેરીફીકેશન કેમ્પમાં આવેલા ખેડૂતોને બાગાયત નિયામક દ્વારા બાગાયતી વિભાગની વિવિધ યોજનાઓની માહિતી તેમજ તેના લાભ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસાણાના ઊંઝામાં એક યુવતીએ શિક્ષકને હનીટ્રેપમાં ફસાવીને ૧૦ લાખની માગ કરી
Next articleવલસાડ જીલ્લાના વાપી ખાતે જીઆઈડીસીમાં એક બંધ ગોડાઉનમાં ભીષણ આગ લાગી