જામનગર-ખંભાળિયા હાઇવે પર રાત્રે ડબલસવારી બાઇક પર પસાર થતા માતા-પુત્રને અકસ્માત નડયો હતો જેમાં બાઇક બેરીકેટ સાથે અથડાતા બંને નીચે પટકાઇ પડયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા મહિલાનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અન્ય એક બનાવમાં રણજીતનગરમાં બાઇકની ઠોકરે ધવાયેલા પ્રૌઢાનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.
અકસ્માતના આ બનાવ મામલે પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર સનસીટી-૧ વિસ્તારમાં રહેતા રીઝવાન ઉર્ફે હુશેનભાઇ અસ્લમભાઇ જુણેજા નામનો યુવાન તેના માતા મુન્નીરાબેનને બાઇક પાછળ બેસાડી રાત્રે ખંભાળિયા-જામનગર હાઇવે પર ટી પોઇન્ટ પાસેથી ડબલસવારીમાં પસાર થઇ રહયા હતા જે વેળાએ અચાનક ચાલકની આંખમાં કચરો પડતા બાઇક રોડ પર બેરીકેટ સાથે અથડાયુ હતુ.
જે અકસ્માતમાં બંને નીચે પટકાઇ પડયા હતા. જેમાં મુન્નીરાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે રીઝવાનભાઇએ જાણ કરતા પંચ બી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ખોડીયાર કોલોની નજીક મેહુલનગરમાં શ્રીજી હોલ પાસે પુષ્પક હાર્મની એપાર્ટમેન્ટમાં રહેતા ભૌતિકભાઇ દિવ્યેશભાઇ સૂચક ના માતા ગીતાબેન (ઉ.વ. ૫૧) ગત શુક્રવારે રણજીતનગરમાં હરસિધ્ધી માતાજીના મંદિર પાસે ચાલીને જઇ રહયા હતા જે વેળાએ કાળા કલરના એક બાઇકચાલકે પુરપાટ વેગે ધસી આવી ગીતાબેનને ઠોકરે ચડાવ્યા હતા જેમાં રોડ પર પટકાયેલા આ પ્રૌઢાને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી.
જેઓને સારવારમાં ખસેડવામાં આવતા સારવારમાં તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.પોલીસે ભૌતિકભાઇની ફરીયાદ પરથી બાઇકચાલક સામે ગુનો નોંધ્યો છે.પોલીસે ભોગગ્રસ્તના પુત્રની ફરિયાદ પરથી બાઈકના ચાલક સામે અકસ્માત મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.