કામરેજમાં પત્ની પોતાને મારી નાંખવા માટે કાવાદાવા કરી રહી છે તેવો શંકા રાખી પત્નીને જ ખેતરમં લઇ જઇને તેનું ગળુ દબાવીને હત્યા કરનારા આરોપી પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી રાજેશ ડોબરિયાએ દલીલો કરી હતી કે, આરોપી સામેના તમામ પુરાવાઓ છે પત્નીની હત્યા કરી છે એટલે સખત સજા થવી જાેઇએ.
કેસની વિગત મુજબ કામરેજમાં આરોપી હિતેશ ખોયાણી પોતાની પત્ની રશ્મી અને ૨ બાળકો સાથે રહેતો હતો. બિમારીના લીધે આરોપી પતિની સારવાર ચાલી રહી હતી. ૬ ઓગષ્ટ, ૨૦૧૬ના રોજ હિતેશના કહેવા મુજબ પત્નીએ પીણાંમાં ઘેનની દવા પીવડાવી હતી જેથી તેના પેટમાં બળતરા થવા માંડ્યા હતી. આથી તેણે દૂધ પિતા થોડી રાહત થઈ હતી. અહીંથી જ આરોપી પતિને શંકા ગઇ હતી કે પત્ની તેની હત્યા કરવા માંગે છે.
આથી સવારે તે પત્નીને દવાખાને જવાનું છે એમ કહીને લઇ ગયો હતો અને ગામની નજીક એક નહેર પાસે બાઇક ઊભી રાખી આરોપી પતિએ પત્નીનું ગળુ દબાવી દીધુ હતુ અને લાશને ખેંચીને ખેતરમાં લઇ ગયો હતો. સમગ્ર ઘટના બાદ આરોપી પતિની ધરપકડ કરાઈ હતી.
પલસાણા ખાતે વહુની હત્યાના કેસમાં પતિની સાથે જેઠાણીને પણ આરોપી બતાવવામાં આવી હતી. એડવોકેટ સોનલ શર્માએ કરેલી જેઠાણીની આગોતરા અરજી કોર્ટે મંજૂર કરી હતી અને ચુકાદામાં ટાંકયુ હતુ કે તપાસ કરનારની એફિડેવિટમાં જેઠાણીનો ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.