ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) સપ્ટેમ્બર ૨૦૨૨માં રિલાયન્સ અંડર-૧૯ ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટ અંડર-૧૯ મલ્ટી-ડે ફોર્મેટની બીસીસીઆઈની પ્લેઈંગ કન્ડિશન મુજબ રમાશે. જીસીએના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ આ ટૂર્નામેન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, “જીસીએ છેલ્લા ૧૦ વર્ષથી સીનિયર કેટેગરીમાં રિલાયન્સ જી-૧નું આયોજન કરે છે.
ગયા વર્ષથી અમે BCCIના નિયમો મુજબ તમામ કેટેગરી અને વય જૂથોમાં રિલાયન્સ G-1નું આયોજન શરૂ કર્યું છે જે પુરુષો અને મહિલાઓ બંને માટે છે. ૨૦૨૨-૨૩ સીઝન માટે અમે રિલાયન્સ અંડર-૧૯ ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી આઠ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને આમંત્રિત કર્યા છે.” આ ટૂર્નામેન્ટ માટે ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રૂપમાં ચાર ટીમ રહેશે.
ગ્રુપ એમાં ગુજરાત, બંગાળ, બરોડા અને હિમાચલ પ્રદેશનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રુપ બીમાં મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રની ટીમોનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટ પહેલીથી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન ચાર સ્થળોએ યોજાશે, જેમાં નરેન્દ્ર મોદી મેઈન સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ-બી, આણંદ અને નડિયાદનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, બીસીસીઆઇના રાષ્ટ્રીય પસંદગીકારો પણ આ ટૂર્નામેન્ટ દરમિયાન મેચો પ્રત્યક્ષ નિહાળવા માટે હાજર રહેશે. સાથે સાથે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા વીવીએસ લક્ષ્મણ પણ હાજર રહે તેવી શક્યતા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.