Home ગુજરાત બદલપુરમાં યુવતીને મળવા આવેલ યુવકને વૃક્ષ સાથે બાંધી માર માર્યો

બદલપુરમાં યુવતીને મળવા આવેલ યુવકને વૃક્ષ સાથે બાંધી માર માર્યો

29
0

ખંભાત તાલુકાના હરિપુરાના યુવકને બોરસદ તાલુકાના બદલપુર ગામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવક ખંભાતથી અવારનવાર યુવતીને મળવા બોરસદ તાલુકાના બદલપુર ગામે આવતો હતો. યુવકની આવનજાવન અને તે યુવતી સાથેનો પ્રેમસંબંધ જાહેર થતાં પરિવારજનોમાં આક્રોશ ઊઠ્‌યો હતો. એક સમયે યુવક યુવતીને મળવા ગામે આવતાં જ યુવતનાં પરિવારજનોએ યુવકને પકડી ઝાડ સાથે બાંધીને ઢોરમાર માર્યો હતો. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો અંગે હાલ વિરસદ પોલીસ હરકતમાં આવી છે. વીડિયોમાં જણાતી વ્યક્તિઓની ભાળ મેળવવા અને વીડિયોની ચોક્કસતા ચકાસવા પોલીસે તપાસ આરંભી છે. આ અંગે વિરસદના ઈન્ચાર્જ પીએસઆઈ પી.કે. મકવાણાએ જણાવ્યું હતું કે યુવકની શોધખોળ ચાલુ છે, જે મળી આવતાં સત્ય હકીકત જાણવા મળશે. એ બાદ કાર્યવાહી થઈ શકશે.આણંદ જિલ્લાના બોરસદ તાલુકા બદલપુરમાં યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વીડિયો વાઈરલ થતાં વિવાદ ઊભો થયો છે. યુવકનો ગામની પ્રતિષ્ઠિત પરિવારની યુવતી સાથેનો પ્રેમસંબંધ જાહેર થતાં પરિવારે ભેગા થઈને યુવકને આ રીતે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જાેકે પોલીસ આ અંગેની ચોક્કસતા ચકાસી રહી છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડેડીયાપાડાના સ્થાનિકોએ ખરાબ રસ્તા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું
Next articleડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી નાળામાં પડી