મહેસાણા શહેરમાં ફુવાર પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરનો મહિમા અનેક ગણો છે. મહેસાણા શહેરના તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. આ મંદિરમાં ગણપતિજીની જમણી સૂંઢવાળી વિશેષ પ્રતિમા છે. સામન્ય રીતે ગણપતિ મંદિરમાં ગણપતિની પ્રતિમા ડાબી સૂંઢવાળી હોય છે.
પરંતુ મહેસાણા સિદ્ધિ વિનાયક મંદિરમાં જમણી સૂંઢવાળી પ્રતિમાં છે. ગણેશ ચતુર્થીના દિવસે ગાયકવાડના સમયથી ચાલી આવતી વર્ષો જૂની પરંપરા મુજબ ગણેશ મહોત્સવ દરમિયાન મહેસાણા પોલીસ દ્વારા દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મહિલા પોલીસ કર્મીઓએ ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ઉદાસીન સપ્રદાયના મહાત્માં નિરંજનદાસ મહારાજ ભારત ભ્રમણ કરવા નિકળ્યા હતા.
તે દરમિયાન તેઓ મહેસાણા ખાતે આવ્યાં હતા અને અહીં ધુણી ધખાવી જમણી સૂંઢવાળી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી હતી. જમણી સૂંઢના ગણેશજીની પ્રતિમાનો મહિમા અનેરો છે. સિદ્ધિ વિનાયક મંદિર ૧૦૦ વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી નિમાર્ણ પામેલું છે. સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણશેજીની પ્રતિમાનું વિશેષ મહત્વ છે.
અત્રે ઉલેખનીય છે કે, ગણપતિ બાપાની સ્થાપના સમયે મહેસાણા પોલીસ દ્વારા ૧૦૦ વર્ષથી ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે. આ મંદિરે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ગણપતિ મહોત્સવની શરૂઆત કરાવી હતી અને તે સમયથી દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા યથાવત છે. ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા વર્ષ ૧૯૨૧થી ચાલી આવી રહી છે.
એ સમય ગાળા દરમિયાન મહેસાણા શહેરમાં પોલીસ હેડક્વાર્ટરથી અધિકારીઓ ગણપતિ મંદિર પાસે આવી બાપાને ગાર્ડ ઓફ ઓનર આપતા હતા. મંદિરના પૂજારીના જણાવ્યાં પ્રમાણે ૧૯૧૧માં અહીંયા નિરંજન દાસ ગુરુએ જમીન ખરીદી હતી અને ૧૯૧૭માં મંદિર બનાવવામાં આવ્યું હતું. આ વર્ષે પણ આ પરંપરા યથાવત છે.સમગ્ર રાજ્યમાં શરૂ થતા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે મહેસાણામાં આવેલા ગણપતિ એક વિશેષ સ્થાન ધરાવે છે. મહેસાણા શહેરમાં ફુવારા સર્કલ પાસે આવેલા ગણપતિ મહારાજ જમણી સૂંઢવાળા છે. જાેકે, મોટા ભાગે મંદિરોમાં ગણપતિની પ્રતિમા ડાબી સૂંઢવાળી હોય છે. આ ગણપતિને પોલીસ દ્વારા દર વર્ષે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.