Home ગુજરાત ડેડીયાપાડાના સ્થાનિકોએ ખરાબ રસ્તા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું

ડેડીયાપાડાના સ્થાનિકોએ ખરાબ રસ્તા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું

32
0

ડેડીયાપાડામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ચોમાસા દરમિયાન મોટા મોટા ખાડા પડી જતાં સ્થાનિક રહીશોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આંદોલન કરવાનો મુખ્ય હેતુ રસ્તો બનાવવાની માંગ છે, કારણ કે ધામણ નદીના પુલ પર મોટા ખાડાઓ પડેલા છે. એને પૂરવા માટે તંત્ર દ્વારા કપચીનો ભૂકો નાખીને હાલ પૂરી દેવામાં આવ્યા છે.

પરંતુ આના લીધે એટલી બધી ધૂળ ઉડે છે કે આજુબાજુ રહેઠાણ વિસ્તાર આવેલો છે, ત્યાંના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા છે અને નાના બાળકોના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી.

સ્થાનિકો દ્વારા રસ્તા પર આંદોલન કરાતા રોડની બંને સાઇડ પર વાહનોની લાંબી કતારો જાેવા મળી હર્ત સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પગલાં ન લેવામાં આવતા ડેડીયાપાડાના ગ્રામજનો દ્વારા ગાંધીજી માર્ગે રોડ રોકો આંદોલન કરવા પર મજબૂર થઈ ગયા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી ને કોઈ પણ બાહેધારી આપવામાં આવી નથી.

ડેડીયાપાડામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ચોમાસા દરમિયાન મોટા મોટા ખાડા પડી ગયા હતા. આ ખાડાઓ તંત્ર દ્વારા કપચીનો ભુખો નાખી રીપેરીંગ તો કરવામાં આવ્યા પરંતુ આ રસ્તા પર ચાલતા વાહનોને કારણે મોટા પ્રમાણમાં ધૂળ રસ્તાની આસપાસ રહેતા રહીશોના ઘરોમા ઊડતી હોય છે.

ત્યારે સ્થાનિકો આ ધૂળને કારણે તોબા પોકારી ઉઠ્‌યા છે. સ્થાનિકો દ્વારા આ રસ્તો રીપેરીંગ કરવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પગલાં ન લેવામાં આવતા આખરે ડેડીયાપાડાના ગ્રામજનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે રોડ રોકો આંદોલન કરવા પર મજબૂર થઈ ગયા હતા. સ્થાનિક રહીશો દ્વારા સ્ટેટ હાઇવેની વચ્ચે પાથરણા પાથરી ત્યાં બેસી વાહન વ્યવહાર અટકાવ્યો હતો અને રસ્તો રીપેરીંગ કરવા માટેની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકડીમાં ૭ તસ્કરો ૩ મકાનમાંથી ૩ લાખથી વધુની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા
Next articleબદલપુરમાં યુવતીને મળવા આવેલ યુવકને વૃક્ષ સાથે બાંધી માર માર્યો