Home ગુજરાત મહિલા પ્રમુખ બંધ ગાડીમાં ડીઝલ પુરાવી કૌભાંડ આચર્યું હતું

મહિલા પ્રમુખ બંધ ગાડીમાં ડીઝલ પુરાવી કૌભાંડ આચર્યું હતું

32
0

પાલનપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના મહિલા પ્રમુખ અને વેડંચા ગામના સંગીતાબેન મિલનકુમાર ડાકાએ ૯ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ચૂંટણી જીતી પ્રમુખ પદનું સુકાન સંભાળ્યું હતું.પરંતુ સત્તા મળી જતા મહિલા પ્રમુખે કૌભાંડ આચારવાનું શરૂ કર્યું હતું. તાલુકા પ્રમુખ સંગીતાબેન ડાકાએ બંધ સરકારી ગાડી નંબર જીજે. ૦૮. જી ૧૩૧૧માં ડીઝલ પુરાવ્યું હતુ.

તે બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા પ્રમુખ સંગીતા ડાકાને કારણદર્શક નોટિસ પાઠવવામાં હતી.જાેકે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે, તાલુકા પંચાયતની પ્રમુખની સરકારી ગાડી કંડમ હાલતમાં હતી.

પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ડાકા દ્વારા રૂ.૪૦,૦૦૦ ની જાેગવાઈ હોવા છતાં રૂ.૫૧,૧૮૧ નું ડીઝલ પૂરવામાં આવ્યું તેમજ રૂ.૧૬૦૩૦ નું રીપેરીંગ ખર્ચ બતાવી કુલ રૂ.૬૭,૨૨૧નો ખર્ચ બતાવ્યો હતો તેમજ તે બંધ ગાડીમાં ડીઝલની ટાંકી ૫૦ લીટર હોવા છતાં ૭૦ લીટર દર્શાવ્યું હોવાની લોકબુકમાં ક્ષતી જણાઈ આવતા મંગળવારે સાંજે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સંગીતા મિલનકુમાર ડાકાને પ્રમુખપદ સહિત સભ્યપદમાંથી સસ્પેન્ડ કર્યા છે.

પાલનપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના મહિલા પ્રમુખએ પોતાની બંધ ગાડીમાં ડીઝલ પુરાવી કૌભાંડ આચરતા સાગ્રોસણા સીટના ભાજપના સદસ્યએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતા મંગળવારે મહિલા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં નકલી લાઇસન્સધારકના નામે ખાતું ખોલાવી કરચોરીનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું
Next articleટ્રેલરે બાઈકને ટક્કર મારતા દિયર-ભાભીનું મોત નીપજ્યું