વિસનગર તાલુકાના વાલમ ગામે રહેતા અશ્વિનગિરિ બાબુગિરિ ગૌસ્વામીને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. જેમાંથી એમની વચ્ચેની દીકરી વિસનગર નર્સિંગનું ફોર્મ ભરવા માટે જતી હતી. ત્યારે મહોલ્લામાં રહેતા ગૌસ્વામી મેહુલગીરી કિર્તિગીરીએ પાછળથી ધક્કો મારતાં તે નીચે પડી ગઈ હતી.
ત્યારે તેણીએ કહ્યું કે મને ધક્કો કેમ માર્યો. જેથી શખ્સે તું અમારા ઘર આગળથી કેમ નીકળે છે કહી અપશબ્દો બોલી, ઘરમાંથી લાકડી લઇ આવી જાે હવે પછીથી અહીથી નીકળીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. જેના પગલે યુવતીએ પિતાને જાણ કરતા પિતાએ ગૌસ્વામી મેહુલગિરી સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાલમ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં વાલમ રોડ પર ઊભેલી રિક્ષાને પાછળથી ગાડીએ ટક્કર મારતાં રીક્ષા પલટી મારી જતા ડ્રાઈવર સહિત મુસાફરોને ઇજા પહોંચી હતી, જેના પગલે ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ હતી. વાલમ રોડ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે રિક્ષા ઊભી હતી, ત્યારે એક ગાડીએ પુરઝડપે આવી રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેના પગલે ડ્રાઈવર સહિત લોકોને ઇજાઓ પહોંચી હતી.
જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગાડી નંબર જીજે.૦૨.એસી.૫૩૯૧ના ચાલકે ટક્કર મારી ફરાર થઈ જતાં રિક્ષા ડ્રાઈવરે ગાડી ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વિસનગર તાલુકાના વાલમ ગામે એક યુવતી નર્સિંગનું ફોર્મ ભરવા માટે જતી હતી. ત્યારે મહોલ્લામાં રહેતા યુવકે પાછળથી ધક્કો મારી યુવતીને લાકડી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવતીના પિતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.