રાજકોટના ગોંડલ રોડ પર રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લઈ ઉલાળતાં બાઇક પર સવાર બે યુવાન સંતોષ અને સુનીલ રોડ પર પટકાયા હતા. ગંભીર ઇજાને કારણે બન્નેનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જોકે આ બનાવમાં ચાલક કાર રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો.
ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને તેણે બન્નેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ રોડ પર મક્કમ ચોક પાસે રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે-03-જેએલ-5444 નંબરની હ્યુન્ડાઈ કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
આથી બાઇક પર સવાર સંતોષ ઉર્ફે બાબુ ધીરેનકુમાર રાવ (ઉં.વ.18) અને સુનીલકુમાર ઉર્ફે સોનુ બજરંગી વર્મા (ઉં.વ.19) રોડ પર પટકાયા હતા. બન્નેને ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે જ તેમણે દમ તોડી દીધો હતો. બન્નેના પરિવારે જુવાનજોધ દીકરા ખોતાં કલ્પાંત સર્જાયો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી બાદ 108ને જાણ કરી હતી. બાદમાં બન્નેના મૃતદેહને પીએમ માટે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવ બનતાં જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને કારચાલક સામે રોષ ઠાલવી રહ્યા હતા તેમજ કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે. કારની સ્પીડ એટલી હતી કે રોડની સાઇડમાં ઊભા વીજ ટ્રાન્સફોર્મરને પણ ત્રાસું નાખ્યું હતું.
જો વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થાત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી, પરંતુ વીજ ટ્રાન્સફોર્મર ત્રાસું જ થયું હતું. સવારે પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વીજ ટ્રાન્સફોર્મરને રિપેર કરવાની કામગીરી તેણે હાથ ધરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.