Home દેશ - NATIONAL ઝારખંડના ધારાસભ્યો માટે રાયપુરમાં થઇ ખાસ વ્યવસ્થા, રિસોર્ટમાં દારૂ પહોંચતા મચ્યો હંગામો

ઝારખંડના ધારાસભ્યો માટે રાયપુરમાં થઇ ખાસ વ્યવસ્થા, રિસોર્ટમાં દારૂ પહોંચતા મચ્યો હંગામો

31
0

ઝારખંડની સત્તાધારી પાર્ટીના ધારાસભ્યોના મે-ફેયર રિસોર્ટ પહોંચતા પહેલા છત્તીસગઢ સરકારની ગાડીમાં મોંઘો દારૂ અને બિયર ત્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો. ત્યારે રિસોર્ટની બહાર તૈનાત મીડિયાકર્મીઓએ તસવીર લેવાનું શરૂ કરી દીધું. બાદમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

રાયપુરના સ્થાનીક મીડિયામાં તસવીરો સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડીએ ટ્વીટ કર્યું કે સરકારી ગાડીમાં મહેમાનો માટે દારૂ આવ્યો. તમને યાદ અપાવી દઈએ કે ઝારખંડમાં દારૂ પીરસવો, પીવો-પીવળાવવો અને તેનાથી પેદા થનાર ધનની લેતી-દેતીનું નેટવર્ક છત્તીસગઢનું જ છે.

મામલો સામે આવ્યા બાદ છત્તીસગઢ કોંગ્રેસે મૌન ધારણ કરી લીધુ છે. તો ભાજપના છત્તીસગઢ સરકારના પૂર્વ મંત્રી મહેશ ગાગડાએ કહ્યુ કે સરકારે દારૂની દિવસમાં વ્યવસ્થાને કારણે 5 લાખ લોકો આંદોલ પર છે. તેનું વેતન વધારવાના પૈસા નથી અને બહારના રાજ્યના ધારાસભ્યોના મોજશોખ માટે દારૂ-કબાબની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અત્યારે દિવસ છે અને દારૂ મોકલવામાં આવી રહ્યો છે. રાતમાં તેની મોજમજાની વધુ વ્યવસ્થા સરકાર કરશે. હોટલ મે-ફેયર રિસોર્ટમાં છત્તીસગઢ સરકારની સરકારી ગાડીથી દારૂ લાવવાના મામલામાં કોંગ્રેસે વીડિયોની સત્યતા પર સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા સુશીલ આનંદ શુક્લાએ કહ્યું કે વીડિયોની સત્યતા પર શંકા છે. આ વીડિયો એડિટેડ છે, ક્યાં બનાવવામાં આવ્યો છે. તેને છત્તીસગઢ સરકાર કે કોંગ્રેસ સાથે કોઈ લેવાદેવા નથી. ઝારખંડની હેમંત સોરેન સરકાર પર છવાયેલા સંકટની અટકળો વચ્ચે રાજ્યની સત્તામાં રહેલ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનના ધારાસભ્યોને એક વિશેષ વિમાનથી છત્તીસગઢ મોકલવામાં આવ્યા છે.

સૂત્રો પ્રમાણે રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ દ્વારા ધારાસભ્યોની કથિત ખરીદીથી બચાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આશરે 41 ધારાસભ્યોને લઈને એક વિશેષ ઉડાન સાંજે સાડા ચાર કલાકે રાંચી એરપોર્ટ પરથી છત્તીસગઢની રાજધાની રાયપુર માટે રવાના થઈ હતી. ઉડાન સાંજે 5.30 કલાકે રાયપુર એરપોર્ટ પહોંચી હતી.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનડિયાદની કોલેજમાં સાયન્ટીફીક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્પર્ધા યોજાઈ
Next articleસોશિયલ મીડિયામાં વાઈરલ થયો દુર્ઘટનાનો આ ખતરનાક વીડિયો, જોઈ દિલની ધડકન થંભી ગઈ