વિસનગર તાલુકાના ભાંડુ ગામથી વાલમ અને વિસનગર તરફ જતા ફાટક પાસે મુંબઇ દિલ્હી ફેઈડ કોરિડોર વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે રેલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. આ ઓવર બ્રિજનું ગત ૧૩ મેં ૨૦૨૨ના રોજ રેલવે રાજ્ય મંત્રી દર્શના બેન જરડોસના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
જેના થોડા મહિના બાદ ઓવરબ્રિજ પર પસાર થતા રોડના એક સાઈડના ભગમાં ત્રણ જગ્યાએ રોડ બેસી જતા સ્થાનિક વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બ્રિજ ત્રણ જગ્યા પર બેસી જતા ખાડો પડી ગયો છે. જેમાં ભાંડું ગામના મિતેષ પટેલ નામનો યુવક બ્રિજ પરથી પોતંનું બાઈક લઈ નીકળ્યો હતો એ દરમિયાન બેસી ગયેલા રોડ પર ખાડામાં બાઈક પટકાતા યુવકને શરીરે ગંભીર ઈજાઓ થતા તેણે મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને હેમરેજ થતા પરિવાર પણ ચિંતિત બન્યો છે.
ત્યારે કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે આમ જનતા ભોગ બની રહી છે.મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડુ ગામથી વાલમ અને વિસનગર તરફ આવવા માટે બનાવેલા ઓવરબ્રિજનો એક ભાગ બેસી ગયો છે. સાડા ત્રણ મહિના અગાઉ રેલ રાજ્ય મંત્રીના હસ્તે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. થોડાક જ મહિનાઓમાં બ્રિજનો એક સાઈડનો ભાગ બેસી જતા કરોડોના ખર્ચે પર પાણી ફરી વળ્યાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આજે બેસી ગયેલા પુલ પર એક બાઈક ચાલક પટકાતા તેણે ગંભીર ઈજાઓ થઈ છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.