Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરવા CBI બેન્ક પહોંચી

દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરવા CBI બેન્ક પહોંચી

41
0

દિલ્હીમાં લિકર પોલિસીને લઈને ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈની ટીમે રેડ પાડી હતી. હવે સીબીઆઈની ટીમ મનીષના બેન્ક લોકરની તપાસ કરી રહી છે. સવારના 11 વાગ્યાની આસપાસ સિસોદિયાના બેન્ક લોકરની તપાસ કરવા માટે સીબીઆઈની ટીમ બેન્ક પહોંચી હતી.

મળતી માહિતી પ્રમાણે, ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4માં આવેલી પંજાબ નેશનલ બેન્કમાં મનીષ સિસોદિયાનું લોકર છે અને ત્યાં જ સીબીઆઈની ટીમ તપાસ કરી રહી છે. મનીષ સિસોદિયા પત્ની સીમા સિસોદિયા સાથે વસુંધરા સેક્ટર 4c સ્થિત પંજાબ નેશનલ બેન્ક પહોંચી ગયા છે.

સિસોદિયા નો દાવો છે કે સીબીઆઈના અધિકારીઓ ત્યાં જ બેન્કમાં સિસોદિયાને મળ્યા હતા અને મનીષ સિસોદિયા સામે જ તેમનું બેન્ક લોકર ખોલ્યું હતું. મને ખોટા કેસમાં ફસાવ્યો આ પહેલાં સોમવારે મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ હતુ કે, ‘કાલે સીબીઆઈ અમારું બેન્ક લોકર જોવા આવી રહી છે. 19 ઓગસ્ટે મારા ઘરે 14 કલાકની રેડમાં તેમને કંઈ મળ્યું નહોતું. લોકરમાંથી પણ કંઈ મળશે નહીં. સીબીઆઈનું સ્વાગત છે.

તપાસમાં મારો અને મારા પરિવારનો પૂરેપૂરો સહયોગ રહેશે.’ સિસોદિયાનું કહેવું છે કે, તેમને એક ખોટા કેસમાં ફસાવવામાં આરોપી બનાવવામાં આવ્યા છે. જેથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આગળ વધતા રોકી શકાય. જે 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે સામે આવ્યાં છે.

આ ઉપરાંત ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. તેમાં તેમણે સીબીઆઈ અને બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, સીબીઆઈના દરોડાને 10 દિવસ વીતી ગયા છે. પરંતુ એજન્સી હજુ સુધી નથી બતાવી શકી કે મારા ઘરમાંથી એમને શું મળ્યું છે. આ સિવાય ભાજપે લગાવેલા બધા જ આરોપ જૂઠ્ઠા છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈરાકમાં થયેલી હિંસામાં 20ના થયા મોત, લગાવવામાં આવ્યો કર્ફ્યુ
Next articleઅંકિતા મર્ડર કેસની તપાસ માટે ફોરેન્સિક અને સીઆઈડી ઘટનાસ્થળે પહોંચી