બોલિવૂડની સક્સેસફુલ જોડીમાં અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાનું નામ મોખરે આવે છે. દરેક સારા-નરસા સમયમાં તેઓ એકબીજાની સાથે અડીખમ રહ્યા છે. કોઈ નાનું પગલું કે પ્રતિક્રિયા પણ મોટો ફરક લાવી શકે છે તેની આ બંનેને ખબર છે અને એટલે જ ટ્વિન્કલે જ્યારે ફિક્શનલ રાઈટિંગ શીખવા માટે ઈંગ્લેન્ડ જવા પગલા માંડ્યા ત્યારે અક્ષય પણ તેની સાથે જવા તૈયાર થઈ ગયો.
પોતાના કામમાંથી ટૂંકો બ્રેક લઈને અક્ષય પણ ટ્વિન્કલની સાથે ઈંગ્લેન્ડ પહોંચ્યો છે. અક્ષય કુમારનો 55મો બર્થ ડે નજીક છે ત્યારે ટ્વિન્કલે યુકે ટ્રિપ પ્લાન કરી છે અને તેને ફેમિલી વેકેશન બનાવવા અક્ષય તૈયાર છે. સોર્સીસના જણાવ્યા મુજબ, ઓગસ્ટ એન્ડથી સપ્ટેમ્બર સુધી અક્ષય માટે વેકેશન પિરિયડ છે. બંને સંતાન અને ટ્વિન્કલ સાથે તે લંડન રવાના થઈ ગયો છે. શૂટિંગ શીડ્યુલ બાકી હોવાથી થોડા દિવસ રોકાઈને અક્ષય ઈન્ડિયા પરત આવશે.
ટ્વિન્કલ પોતાનો કોર્સ પૂરો કરવા ઈંગ્લેન્ડમાં રોકાવાની છે. આ અંગે અક્ષયે મજાક કરતાં જણાવ્યુ હતું કે, મોટાભાગે માતા-પિતા પોતાના સંતાનને અભ્યાસ માટે યુનિવર્સિટી મૂકવા જતા હોય છે. અહીંયા તે પોતાની પત્નીને મૂકવા જઈ રહ્યો છે. ઉપરાછાપરી ત્રણ ફ્લોપ ફિલ્મ પછી અક્ષયની આગામી ફિલ્મ રામ સેતુ છે, જે દિવાળી પર રીલિઝ થવાની છે. બીજી સપ્ટેમ્બરે ઓટીટી પર અક્ષયની ફિલ્મ કટપૂતલી આવી રહી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.