Home દેશ - NATIONAL કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદે આપ્યું આવું નિવેદન

કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદે આપ્યું આવું નિવેદન

31
0

દિગ્ગજ રાજકીય નેતા ગુલામ નબી આઝાદ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પહેલીવાર મીડિયા સામે આવ્યા અને પાર્ટી છોડવા પર પહેલીવાર બોલ્યા. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે મને પાર્ટી છોડવા માટે મજબૂર કરાયો અને ચાપલૂસોને પાર્ટીમાં પદ આપવામાં આવ્યું.

એક ઘટનાનો ઉલ્લેખ કરતા ગુલામ નબી આઝાદે કહ્યું કે પહેલા હું પીએમ નરેન્દ્ર મોદીને ક્રૂર સમજતો હતો પરંતુ તેમણે તો માનવતા દેખાડી છે. તેમણે કહ્યું કે ‘કાશ્મીરમાં ગુજરાતની બસ પર હુમલો થયો હતો, હું તે ઘટનાને ભૂલી શકું તેમ નથી. હું જમ્મુ-કાશ્મીરનો મુખ્યમંત્રી હતો અને તેમની સાથે ફોન પર વાત થઈ હતી.’ કોંગ્રેસ છોડવાના સવાલ ગુલામ નબી આઝાદે કહ્યું કે કોણ પોતાનું ઘર છોડવા ઈચ્છે છે? મને તો ઘરવાળાઓએ કોંગ્રેસ પાર્ટી છોડવા માટે મજબૂર કર્યો.

જ્યારે ઘરવાળાઓને એમ લાગે કે આ માણસ નથી જોઈતો અને આપણને ત્યાં પારકા સમજવામાં આવે તો ઘરમાં રહેનારાનું કામ છે કે તે ત્યાંથી છોડીને નીકળી જાય. મને સૌથી વધુ અફસોસ એ વાતનો છે કે પાર્ટીમાં ચાપલૂસી કરનારા કે ટ્વીટ કરનારાને પદ મળ્યું છે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે ‘મારું ડીએનએ મોદીવાળું હોવાની વાત કરનારા પહેલા પોતાને જુએ. મોદી તો બહાનું છે. જી23નો પત્ર લખાયા બાદથી તેમનો મારી સાથે વિવાદ છે. તેઓ ક્યારેય નહતા ઈચ્છતા કે કોઈ તેમને લખે અને તેમને સવાલ કરે. અનેક (કોંગ્રેસની) બેઠકો થઈ પરંતુ એક પણ સૂચન સ્વીકારવામાં નથી આવ્યું.’ જયરામ રમેશના નિવેદન પર જવાબ આપતા ગુલામ નબી આઝાદે કહ્યું કે પહેલા તેઓ પોતાનું DNA ચેક કરાવે કે ક્યાંથી છે અને કઈ પાર્ટીથી છે. તેઓ જુએ કે તેમનું ડીએનએ કઈ કઈ પાર્ટીમાં રહ્યું છે. બહારના લોકોને કોંગ્રેસની ખબર નથી. ચાપલૂસી અને ટ્વીટ કરીને, જેમને પદ મળ્યા જો તેઓ આરોપ લગાવે તો અમને દુખ થાય છે.

અત્રે જણાવવાનું કે જયરામ રમેશે કહ્યું હતું કે આઝાદનું ડીએનએ મોડિફાઈડ થઈ ગયું છે. ગુલામ નબી આઝાદના નિવેદન પર જયરામ રમેશે જવાબ આપ્યો. ટ્વીટ કરીને કહ્યું કે ‘આટલી લાંબી કરિયર બાદ સંપૂર્ણ રીતે જે પાર્ટીને તેમને બદનામ કરવાનું કામ સોંપાયું છે, ત્યારબાદ અંધાધૂંધ ઈન્ટરવ્યુ આપીને આઝાદ પોતાનું મહત્વ ઘટાડે છે. તેમને એ વાતનો શું ડર છે કે તેઓ દર મિનિટે પોતાના વિશ્વાસઘાતને યોગ્ય ઠેરવી રહ્યા છે? તેમને સરળતાથી બેનકાબ કરી શકાય છે, પરંતુ તેમને સ્તરે શું કામ જઈએ?’
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક સ્ટડીથી જાણવા મળ્યું કે, દિલ્હીમાં મંકીપોક્સના તમામ દર્દીઓમાં હેસ્ટ્રોસેક્સની હિસ્ટ્રી વિશે તો…
Next articleસુષ્મિતા સેન એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી