Home દેશ - NATIONAL એક કેદી 5 મોબાઈલ ગળી ગયો, તે જાણીને ડોક્ટરો અને જેલ અધિકારીઓ...

એક કેદી 5 મોબાઈલ ગળી ગયો, તે જાણીને ડોક્ટરો અને જેલ અધિકારીઓ ચિંતામાં આવ્યા

23
0

તિહાડ જેલમાં બંધ કેદીના પેટમાંથી એક કે બે નહીં પંરતુ 5 મોબાઈલ નીકળી આવતા હાહાકાર મચી ગયો છે. સ્મલિંગ કરીને જેલની અંદર લઈ જવામાં આવેલા આ ફોનને કેદી અન્ય કેદીઓને વેચીને પૈસા કમાવવા માંગતો હતો. પરંતુ આ ફોન હવે આ કેદી માટે મોટી મુસીબત બની ગયા છે.

કેદીના પેટમાં પડેલા આ ફોન નીકળી શકતા નથી. આ માટે જેલના અધિકારીઓ ડોક્ટરની સલાહ પણ લઈ રહ્યા છે કે આખરે કેદીનો જીવ કેવી રીતે બચાવવો હવે. એક અહેવાલ મુજબ આ મામલો તિહાડ જેલ નંબર એકનો છે. જ્યાં હાઈ સિક્યુરિટીમાં બંધ એક કેદીના પેટમાં 5 મોબાઈલ હોવાનું જાણવા મળ્યું.

હત્યા, લૂંટ, ડકૈતીના આરોપોમાં જેલમાં બંધ આ વિચારાધીન કેદી થોડા દિવસ પહેલા જ કોર્ટ ડેટ પર જેલમાંથી બહાર ગયો હતો. જ્યાં તે 5 મોબાઈલ ગળીને જેલમાં પાછો આવ્યો. જેલના એન્ટ્રી ગેટ પર કેદીઓની તલાશી લેવા માટે તૈનાત ટીએસપીએ તેની તપાસ કરી. જ્યાં તે થાપ આપવામાં સફળ રહ્યો. ત્યારબાદ જેલમાં આવ્યા પછી તેણે પેટમાં પડેલા મોબાઈલને બહાર કાઢવાની કોશિશ કરી પણ સફળ થયો નહીં. કેદીએ અનેક કોશિશ કરી પણ સફળ ન થતા તે ડરી ગયો અને તેણે પછી જેલના અધિકારીઓને આ વાત જણાવી.

આ વાત સાંભળતા પહેલા તો અધિકારીઓને વિશ્વાસ ન થયો અને કહ્યું કે ચલ ભાગ, અમારી સાથે મજાક કરે છે. પરંતુ કેદીએ જ્યારે પેટ પકડીને વારંવાર આ વાત કરી તો અધિકારીઓ વિચારમાં પડી ગયા. ત્યારબાદ કેદીના પેટનો એક્સરે કરાવ્યો. જ્યાં ડોક્ટરોએ આ વાત કન્ફર્મ કરી કે તેના પેટમાં મોબાઈલ જેવી ચીજ જોવા મળી રહી છે. જેની સંખ્યા 5 છે. આ નાના ફોન છે. વાત સાંભળતા જ જેલ અધિકારી અને ડોક્ટરો પોતે પણ ચોંકી ગયા કે કોઈ વ્યક્તિ આટલા બધા મોબાઈલ કેવી રીતે ગળી શકે છે.

હવે કેદીના પેટમાંથી આ ફોન બહાર કાઢવા માટે તજજ્ઞોની સલાહ લેવામાં આવી રહી છે. જેથી કરીને જલદી ફોનને પેટમાંથી બહાર કાઢવામાં આવી શકે. આ અગાઉ પણ તિહાડ જેલમાં અનેક કેસ એવા આવ્યા છે જેમાં કેદીઓના પેટમાંથી ફોન મળ્યા છે. પરંતુ તેની સંખ્યા એક રહેતી. સૂત્રોના જણાવ્યાં મુજબ આવું પહેલીવાર બન્યું હોઈ શકે કે કોઈ કેદીના પેટમાંથી 5 મોબાઈલ ફોન મળી આવ્યા હોય.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપુતિને રશિયામાં યુક્રેન છોડી આવતા લોકોની મદદનો આદેશ આપ્યો
Next articleઝારખંડના દુમકાના એક યુવકે એકતરફી પ્રેમમાં યુવતીને જીવતી બાળી મૂકી : ઘટના બાદ વિસ્તારમાં ૧૪૪ લાગુ કરી