રશિયાએ તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે, તે હાલ યુક્રેનમાંથી પોતાના પગ પાછા નહીં ખેંચે. યુક્રેનને હરાવવા માટે રશિયા તમામ પ્રકારના હથકંડા અપનાવી રહ્યું છે. આ કડીમાં હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક એવો કાયદો લઇને આવ્યા છે જેના અંતર્ગત યુક્રેનથી રશિયામાં આવતા લોકોને આર્થિક મદદ આપવામાં આવશે.
શનિવારના પુતિને આ સરકારી હુકમનામા પર સાઈન કરતા સંબંધિત વિભાગને યુક્રેન છોડી આવતા લોકોની મદદ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે આ નિયમને જલદી અને સારી રીતે ફોલો કરવામાં આવે, જેથી વધુથી વધુ લોકો તેનો લાભ લઈ શકે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ કાયદા હેઠળ પેન્શનરોને, ગર્ભવતી મહિલાઓ અને વિકલાંગ સહિત યુક્રેન ક્ષેત્રમાંથી રશિયા આવતા લોકો માટે નાણાકીય મદદની પહેલા કરવામાં આવી છે. હવે આ લાભાર્થીયોને 10,000 રૂબેલ એટલે કે લગભગ 13500 રૂપિયા માસિક પેન્શન તરીકે આપવામાં આવશે. આમાં તે લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જે 18 ફેબ્રુઆરી બાદ મજબૂરીમાં યુક્રેન છોડી રશિયા આવ્યા હોય.
આ નિયમ હેઠળ નિર્ધારિત ચૂકવણી યુક્રેનના નાગરિકો અને સ્વ-ઘોષિત ડોનેટ્સ્ક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકના લોકોને મળશે. તમને જણાવી દઈએ કે, રશિયાએ ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર હુમલો કરી ડોનબાસ ક્ષેત્રના બે ભાગને સ્વ-ઘોષિત પીપલ્સ રિપબ્લિક તરીકે માન્યતા આપી હતી.
યુક્રેનના લોકોને આકર્ષવા માટે રશિયા પહેલા પણ તેમને દેશમાં આવવા પર કોઈપણ ગૂંચવણો વિના પાસપોર્ટ આપી રહ્યું છે. આ માટે આરજીકર્તાને કોઈપણ પ્રકારનો સંઘર્ષ કરવો પડતો નથી. માત્ર તેણે તે સાબિત કરવાનું રહેશે કે તે યુક્રેનનો મૂળ નિવાસી છે. પુતિન યુક્રેનને હરાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. તે યુક્રેનની જનતાને પોતાના પક્ષમાં કરવાનું કામ કરી રહ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.