Home રમત-ગમત Sports એશિયા કપના પ્રારંભ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ટીમને લાગ્યો ફટકો

એશિયા કપના પ્રારંભ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ટીમને લાગ્યો ફટકો

38
0

એશિયા કપના પ્રારંભ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ટીમને બેવડો ફટકો લાગ્યો છે. ટીમના વધુ એક ખેલાડી મોહમ્મદ વસિમ જૂનિયર ઈજાને પગલે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

28 ઓગસ્ટે રવિવારે ભારત અને પાકિસ્તાન સામે મહત્વનો મુકાબલો યોજાશે જે અગાઉ પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. અગાઉ ટૂર્નામેન્ટના થોડા દિવસ પૂર્વે પાક.ના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીને ઈજા થતા તે ટીમમાંથી બહાર થયો હતો. તેના સ્થાને વસિમને પ્લેઈંગ ઈલેવનમાં રમાડવાનું લગભગ નક્કી મનાતું હતું. શુક્રવારે પ્રેક્ટિસ દરમ્યાન વસિમને પીઠમાં ઈજા થઈ હતી.

શાહીન આફ્રિદીને શ્રીલંકા પ્રવાસ વખતે ઘુંટણમાં ઈજા થતાં તે બીજી ટેસ્ટ મેચમાં રમ્યો નહતો. ત્યારબાદ તે નેધરલેન્ડ ટૂરમાં ગયો હતો પરંતુ એકપણ વન-ડે મેચ રમ્યો નહતો. એશિયા કપમાં તે ટીમ સાથે આવ્યો છે પરંતુ પાક. મેડિકલ ટીમ તેની દેખરેખ રાખશે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનીરજ ચોપડાએ 89.08 મીટર થ્રો સાથે જીતી ડાયમંડ લીગ ટાઈટલથી રચ્યો ઈતિહાસ,
Next articleગુજરાત યુનિવર્સિટીમાં ફોરેન ટ્રેડનો કોર્ષ પણ ભણાવાશે