ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાએ શુક્રવારે ફરી એકવાર ભાલા ફેંકનો ઈતિહાસ રચ્યો છે. નીરજે 89.08 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે લૌઝેન ડાયમંડ લીગમાં ભાલા ફેંકની સ્પર્ધા જીતી હતી. ઈવેન્ટમાં તેના શ્રેષ્ઠ થ્રો સાથે નીરજ ચોપડા લૌઝેનમાં જીત સાથે પ્રખ્યાત ડાયમંડ લીગ મીટિંગ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા.
નીરજે ડાયમંડ લીગ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યુ છે જે 7 અને 8 સપ્ટેમ્બરના રોજ સ્વિત્ઝર્લેન્ડના ઝ્યુરિકમાં યોજાશે. તે હવે 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય થઈ ગયા છે. નીરજનો થ્રો ઓર્ડર 89.08m, 85.18m હતો. તેણે ચોથા પ્રયાસમાં ફાઉલ કર્યો, ત્રીજો અને પાંચમો પ્રયાસ ચૂકી ગયો, પછી છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 80.04mનો શાનદાર થ્રો ફેંક્યો. સ્પર્ધામાં ચેક રિપબ્લિકના જેકબ વાલેઝ 85.88 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યા હતા.
જ્યારે યુએસએના કર્ટિસ થોમ્પસન 83.72 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. આ પહેલા નીરજ ચોપડાએ ઑસ્ટ્રેલિયામાં આયોજિત CWG 2018માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ પ્રતિષ્ઠિત ઈવેન્ટના સ્ટોકહોમ લેગમાં 89.94mના રાષ્ટ્રીય રેકોર્ડ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો. જે ગ્રેનાડાના વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સથી એક સ્થાન પાછળ છે.
જેવલિન થ્રોની દુનિયામાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ 90m માર્કથી માત્ર 6cm ઓછા છે. ગયા મહિને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતતી વખતે પીઠમાં ઈજા થઈ ત્યારે ભારતને જેવલિન થ્રો સ્પર્ધામાં આંચકો લાગ્યો હતો. જેના કારણે ચોપડા કૉમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા હતા. ઈજામાંથી સાજા થયા બાદ તેની જૂની સ્ટાઈલ ફરી એકવાર લૌઝેન ડાયમંડ લીગમાં દેખાઈ.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.