નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પહેલા છાત્રાઓને તેમના ઇનરવેર કાઢવા માટે મજબૂર કરવા માટે કેરળમાં ભારે હોબાળો થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટો નિર્ણય લીધો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યુ કે તે વિદ્યાર્થીનીઓ માટે ફરીથી NEET પરીક્ષાનુ આયોજન કરશે. તેણે જણાવ્યુ હતુ કે છાત્રાઓને 4 સપ્ટેમ્બરે પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે. આ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિદ્યાર્થીઓને ઈમેલ પણ મોકલ્યો છે.
વધુમાં જાણવા મળ્યું કે આ મામલાને લઈને ઘણો હોબાળો થયો હતો. આ અંગે એક વ્યક્તિએ કોટરકરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યુ કે તેમની પુત્રી સહિત NEET ઉમેદવારોને ચથામંગલમમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા તેમની બ્રા કાઢવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ પછી ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હાજર કોલેજ સ્ટાફના બે સભ્યો અને કેન્દ્રની સુરક્ષા સોંપવામાં આવેલી એજન્સીના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. આ બધા થયેલા ભારે હોબાળા પછી માનવ અધિકાર પંચે કોલ્લમ ગ્રામીણ એસપીને આ મામલાની તપાસ કરવા અને 15 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો. નેશનલ કમિશન ફૉર વુમન અને નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સે પણ આ ઘટનામાં સંડોવાયેલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.